• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Heterosexual Lover Who Killed Ex girlfriend's Mother in law Was Brought To The Scene Of The Murder, Closed door Search In The Flat, Crowds Gathered

હત્યાનું રિકન્સ્ટ્રક્શન:વડોદરામાં પૂર્વ પ્રેમિકાની સાસુની હત્યા કરનારા વિધર્મી પ્રેમીને હત્યાના સ્થળે લવાયો, ફ્લેટમાં બંધબારણે તપાસ, લોકોનાં ટોળાં એકઠા થયાં

વડોદરા19 દિવસ પહેલા
  • આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મગાશે
  • જય અંબે ફ્લેટમાં હત્યાના આરોપીઓને લવાતાં સન્નાટો

શહેરના વડસરબ્રિજ નજીક આવેલા 401, જય અંબે ફ્લેટમાં રહેતી પૂર્વ પ્રેમિકાના ઘરે ધસી જઇ દરવાજો ખોલનારાં પૂર્વ પ્રેમિકાની સાસુના ગળા ઉપર ચાકુનો ઘા કરી મોતને ઘાટ ઉતારનાર વિધર્મી પ્રેમી અને તેના સાગરીતની પોલીસે ધરપકડ કરી હતી. આજે માંજલપુર પોલીસે બંને આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ આરોપીઓને લઇ ઘટનાસ્થળે પહોંચતાં સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. પોલીસે ફ્લેટમાં બંધબારણે તપાસ હાથ ધરી હતી.

શનિવારે બપોરે હત્યાની ઘટના બની હતી
વડોદરાના વડસરબ્રિજ પાસે 401, જય અંબે ફ્લેટમાં ઠાકોરભાઇ પરમાર તેમનાં પત્ની દક્ષાબહેન પરમાર, પુત્ર અશ્વિન પરમાર અને પુત્રવધૂ ભાવના રહે છે. બે માસ પહેલાં અશ્વિનના લગ્ન નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના સાથે થયા હતા. અશ્વિન અને ભાવનાના બીજા લગ્ન હતા. શનિવારે બપોરના સમયે ઠાકોરભાઇ પરમાર અને તેમનો પુત્ર અશ્વિન નોકરી પર હતા. ઘરે ભાવના અને તેની સાસુ દક્ષાબહેન હતાં.

ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે હત્યારાઓને સ્થળ પર લાવવામાં આવ્યા.
ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે હત્યારાઓને સ્થળ પર લાવવામાં આવ્યા.

હત્યારાઓ આયોજનબદ્ધ ગયા હતા
બપોરના સમયે ભાવનાના ઘરે તેનો પૂર્વ પ્રેમી સોનું ઉર્ફ શાહરુખ પઠાણ અને તેનો મિત્ર હસીન પઠાણ ધસી ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવતાં જ દક્ષાબહેન પરમારે દરવાજો ખોલ્યો હતો. દક્ષાબહેને દરવાજો ખોલતાં જ સોનુ ઉર્ફ શાહરુખ પઠાણે તેઓ કંઇ વિચારે એ પહેલાં તેમના ગળા ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. દક્ષાબહેન સ્થળ પર જ ફસડાઇ પડ્યાં હતાં અને લોહીના ભરાયેલા ખાબોચિયામાં દમ તોડી દીધો હતો. દક્ષાબહેન મોતને ભેટતાં સોનુ ઉર્ફે શાહરુખ અને તેનો મિત્ર હસીન ફરાર થઇ ગયા હતા.

હત્યારાઓને લઈ પોલીસ જય અંબે ફ્લેટમાં પહોંચી.
હત્યારાઓને લઈ પોલીસ જય અંબે ફ્લેટમાં પહોંચી.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી
દરમિયાન આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરાતાં ઝોન-3ના ડી.સી.પી. યશપાલ જગાણિયા તેમજ માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને હત્યા અંગે કોઇ જાણ ન હોવાનો ડોળ કરનાર ભાવના પરમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસનો દૌર શરૂ કર્યો હતો. બીજી બાજુ, એક ટીમને હત્યારા સોનુ ઉર્ફે શાહરુખ પઠાણને ઝડપી પાડવા ટીમ રવાના કરી દીધી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારાની જી.આઇ.ડી.સી. પાસેથી ધરપકડ કરી લીધી હતી. દરમિયાન તેના મિત્ર હસીન પઠાણની પણ પોલીસે મોડી રાત સુધીમાં ધરપકડ કરી લીધી હતી.

હત્યારાઓને લઈ પોલીસ રવાના થઈ.
હત્યારાઓને લઈ પોલીસ રવાના થઈ.

એ.સી.પી.ની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાયું
દરમિયાન આજે બંને આરોપીને સાથે રાખી માંજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યારો શાહરુખ પઠાણે કેવી રીતે હત્યા કરી અને તેના સાગરીતે શું મદદ કરી હતી એ અંગેના પુરાવા ભેગા કરવા માટે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન એફ ડિવિઝનના એ.સી.પી. ડી.કે. રાઠોડ પણ હાજર રહ્યા હતા. પોલીસ હત્યારાઓને લઇ સ્થળ પર પહોંચતાં સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થઇ ગયાં હતાં. એ સાથે જે ફ્લેટમાં ઘટના બની હતી એમાં સન્નાટો છવાઇ ગયો હતો. બંને આરોપીઓને હાથકડી અને બુરખા પહેરાવીને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. બંનેની ઘટનાવાળા મકાનમાં બંધબારણે પોલીસે વિગતો મેળવી હતી.

આ ફ્લેટમાં હત્યારાઓએ મહિલાની હત્યા કરી.
આ ફ્લેટમાં હત્યારાઓએ મહિલાની હત્યા કરી.

તપાસમાં અન્ય વિગતો બહાર આવશે
એ.સી.પી. ડી.કે. રાઠોડે જણાવ્યું હતું કે હત્યા સંબંધના પુરાવા એકત્ર કરવા માટે બંને આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ બંને આરોપી પાસેથી અન્ય વિગતો મેળવવા માટે તેમને અત્રેની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના 7 દિવસના રિમાન્ડની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે. રિમાન્ડ મળે તેમની પૂછપરછ દરમિયાન ખૂટતી કડીઓ ભેગી કરવામાં આવશે. સૂત્રધાર સોનુ ઉર્ફે શાહરુખ પઠાણનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે અને તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...