• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Headstrong Men Attacked A Family For Extorting Just 11 Thousand, The Head Of The House Was Admitted To The Hospital With Injuries.

પરિવાર પર હુમલાનાં LIVE દૃશ્યો:વડોદરામાં માત્ર રૂ.11 હજાર માટે માથાભારે શખસોએ લુખ્ખી દાદાગીરી કરીને મહિલાને માર માર્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં 11 હજાર રૂપિયાની ઉઘરાણી માટે સૂરજ ઉર્ફે ચૂઈ કહાર અને અન્ય બૂટલેગરોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘરના વડીલ મગનભાઈ સોલંકી ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને આરોપી સૂરજ ઉર્ફે ચૂઈ કહારની ધરપકડ કરી છે.

જોરથી મોઢા પર મુક્કો માર્યો
મગનભાઈ નાથાભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘બુધવારે રાત્રે તે તથા તેમનાં પત્ની પુષ્પાબેન તથા દીકરી ઈલાબેન ઘરે સૂતાં હતાં ત્યારે પુત્ર નીરવનો મિત્ર મહર્ષિ બ્રહ્મભટ્ટ તેની સાથે બીજો એક માણસ પણ હોઈ, તેઓ બૂમો પાડીને બોલતા હતા કે જરી ખોલો. જાળી ખોલતાં જ એક ઇસમે મગનભાઈને જોરથી મોઢા પર મુક્કો માર્યો હતો અને કોઈ હથિયારથી હુમલો કરતાં મગન સોલંકીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

એક શખસે મહિલાને લાફો મારીને જમીન પર પાડી દીધી હતી.
એક શખસે મહિલાને લાફો મારીને જમીન પર પાડી દીધી હતી.

પત્નીને લાતો અને લાફા માર્યા
માથાભારે શખસોએ પરિવારને અપશબ્દો કર્યા હતા અને મગનભાઈનાં પત્નીને પણ લાતો અને લાફા માર્યા હતા. આસપાસના લોકો આવી જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. પુત્ર નીરવ મગનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. મગનભાઈની ફરિયાદના આધારે મહર્ષિ બ્રહ્મભટ્ટ, સૂરજ ઉર્ફે ચૂઇ કહાર સહિતના ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે અને સૂરજ ઉર્ફે ચુઇ કહારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મગનભાઈનાં પત્નીને પણ લાતો અને લાફા માર્યા હતા.
મગનભાઈનાં પત્નીને પણ લાતો અને લાફા માર્યા હતા.

હત્યા કેસમાંથી છૂટ્યા પછી સૂરજે ઔડીમાં રેલી કાઢી હતી
વડોદરાના માથાભારે સૂરજ ઉર્ફે ચૂઈ કહાર સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. હત્યા, મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓમાં તે ઘણી વખત પકડાયેલો છે. હત્યાના કેસમાં જામીન પર છૂટ્યા પછી તેણે જેલમાંથી ઔડી કારમાં સાગરીતો સાથે રેલી કાઢી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેથી પોલીસે સૂરજ સામે ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી હતી. પછી સૂરજની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ધર્મેશ માછી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.

માથાભારે શખસોએ પરિવારને અપશબ્દો કર્યા હતા.
માથાભારે શખસોએ પરિવારને અપશબ્દો કર્યા હતા.

અવારનવાર વૃદ્ધો નિશાન બને છે
વડોદરા શહેરમાં અવારનવાર વૃદ્ધો અને વૃદ્ધ દંપતીઓને બંધક બનાવીને લૂંટની ઘટનાઓ બને છે. આ વખતે વૃદ્ધ દંપતીને માર મારીને ઉઘરાણી કરવાનો બનાવ સામે આવ્યો છે. આવાં અસામાજિક તત્ત્વો પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા છે.

માત્ર 11 હજારની ઉઘરાણી માટે માથાભારે શખસોએ પરિવાર પર હુમલો કર્યો હતો.
માત્ર 11 હજારની ઉઘરાણી માટે માથાભારે શખસોએ પરિવાર પર હુમલો કર્યો હતો.

1 મહિના પહેલાં ઘરમાં ઘૂસીને લૂંટ થઈ હતી
એક મહિના પહેલાં જ વડોદરાના વોર્ડ નંબર-17ના મહિલા ભાજપના કાઉન્સિલરના વાસણા રોડ આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા ભાઈ અને ભાભીને બંધક બનાવી લૂંટ ચલાવનાર ટોળકીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ગુનામાં લૂંટના ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત 6ને ઝડપી પાડ્યા હતા, જ્યારે 5ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ઘરના વડીલ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘરના વડીલ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે લૂંટારુ ટોળકી પાસેથી 5 મોબાઇલ ફોન અને ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલી બે મોટરસાઇકલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના ઓરમાન પુત્રની સંડોવણી હોવાનું બહાર આવતાં રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો.

આસપાસના લોકો આવી જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
આસપાસના લોકો આવી જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...