આગના અનેક બનાવ:વડોદરામાં ફટાકડાના કારણે પાકા મકાનો પણ બળીને ખાક થઇ ગયા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગમાં મકાન ભડકે બળ્યું - Divya Bhaskar
આગમાં મકાન ભડકે બળ્યું
  • કારેલીબાગ વિસ્તારની પ્રખ્યાત વેરાયટી શોપના માલિકના મકાનમાં જ આગ લાગી
  • વડોદારાના એરપોર્ટ સર્કલ પાસેના અમર પાર્ક અને ગોવિંદ પાર્કના મકાનોમાં ફટાકડાના કારણે ભીષણ આગ લાગી
  • એક ઘરમાં આગ લાગતા આસપાસના ત્રણથી ચાર મકાનો આગની ઝપેટમાં આવ્યાં
  • તરસાલી બાયપાસ નજીક સુએજ પમ્પીંગ સ્ટેશન પાસેના ઝૂપાડમાં પણ ફટાકડાના કારણે આગ લાગી
  • ​​​​​​​યાકુતપુરા અજબડીમિલ નજીકના મકાનામાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો ​​​​​​​​​​​​​​

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લોકો દિવાળીના તહેવારની ઉજવણી કરવાનુ ટાળી રહ્યાં હતા. પરંતુ વર્તમાન સમયમાં કોરોનાની હાજરી ન જણાતા રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારને લઇ કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યાં હતા. પરંતુ તેનો અમલ કેટલી હદે થયો તે વિચારવાની જરૂર છે. આ દરમિયાન લોકો દિવળીમાં ફટાકડા ફોડી ઉજવી કરી રહ્યાં હતા, તે ફટાકડના કારણે લોકોના સપનાના મહેલ બળીને ખાક થઇ ગયા છે.

દિવાળીની રાત્રે એક તરફ લોકો ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરી રહ્યાં હતા. ત્યારે બજી તરફ આજ ફટાકડાના કારણે એરપોર્ટ સર્કલ પાસેના અમર પાર્કમાં રહેતા વેરાયટી શોરૃપના માલિક જયેશભાઇના મકાનમાં આગ લાગી હતી. જોત જોતામાં આગનુ સ્વરૂપ વિક્રાળ બન્યું અને બાજુમાં આવેલા ગોવિંદ પાર્કના બે મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ફટાકડાના કારણે લાગેલી આગે એટલુ વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યું કે બનાવની જાણ ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી.

ફાયર બ્રીગેડને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં લાશ્કરો સ્થળો પર આવી પહોંચ્યાં હતા. જ્યાં પાણીનો મારો ચલાવી ઘરોમાં લગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ આગ એટલી વિક્રાળ હતી કે કલાકો સુધી ફાયર બ્રીગેડના લાશ્કરોએ પાણીનો મારો ચાલુ રાખવો પડ્યો હતો. એક તબક્કે તો ફાયર બ્રીગેડની ટેન્કરોમાં પાણી ખુટી જતાં અન્ય ટેન્કરની મદદ લેવાની નોબત પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાંને કોઇ જાનહાની પહોંચી ન હતી.

મહત્વની બાબત એ છે કે રાતના 3 વાગે સમચારા લખાઇ રહ્યાં છે, ત્યાં સુધી એરપોર્ટ સર્કલ નજીકના અમર પાર્ક અને ગોવિંદ પાર્કના મકાનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો નથી. કહેવાય છે કે, વેરાયટી શોપના માલિકના ઘરમાં અનેક પ્લાસ્ટીક અને ચાઇનીઝ વસ્તુઓ રાખવામાં આવી હતી. જેથી ઘરમાં ફટાકડાના કારણે ઘરમાં આગ લાગતા આ તમામ ચીજ વસ્તુઓ આગની ઝપેટમાં આવી ગઇ છે.

બીજી તરફ તરસાલી સુએજ પમ્પ પાસેના ઝૂપડા અને અજબડીમિલ પાસેના મકાનમાં પણ ફટાકડાના કારણે આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. જેથી આ સ્થળે પણ ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.