તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Deputy Chief Minister Nitin Patel Said Action Would Be Taken Against Those Who Admitted To Private Hospitals Unnecessarily To Collect Large Bills From Koro Patients.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટા બિલ બનાવનારની ખેર નથી!:વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, ખોટી રીતે મોટા બિલો બનાવનારી ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે

​​​​​​​વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીતિન પટેલે મોટા બીલ માટે ખાનગી હોસ્પિટલ દ્વારા કરાતા કાવાદાવા સામે લાલ આંખ કરી એપેડેમિક એક્ટ સુધીના પગલા લેવાની વાત કરી હતી. - Divya Bhaskar
નીતિન પટેલે મોટા બીલ માટે ખાનગી હોસ્પિટલ દ્વારા કરાતા કાવાદાવા સામે લાલ આંખ કરી એપેડેમિક એક્ટ સુધીના પગલા લેવાની વાત કરી હતી.
  • હોસ્પિટલના સંચાલકો સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી થશે- નીતિન પટેલ
  • લોકો માસ્ક તથા વેક્સિનથી સહકાર આપે તો લોકડાઉનની જરૂર નથી-નીતિનભાઈ

રાજ્યની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાસેથી મોટા બિલ વસૂલ કરવા માટે બિનજરૂરી દર્દીઓને દાખલ રાખનાર હોસ્પિટલોના સંચાલકો સામે એપિડેમિક એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું .સાથે જ લોકડાઉન અંગેની વાતને તેમને નક્કારતા કહ્યું હતું કે, લોકો માસ્ક પહેરે અને વેક્સિન લે તો ઝડપથી કોરોના પર કન્ટ્રોલ મેળવી શકાશે.

ખાનગી હોસ્પિટલનું ચેકિંગ થશે
પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં તપાસ માટે તજજ્ઞ તબીબોની એક ટીમ બનાવવામાં આવશે. જે ટીમ દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવશે. અને તે ટીમ દર્દીઓના રિપોર્ટની ચકાસણી કરશે. જે દર્દીઓને ખોટી રીતે રાખવામાં આવ્યા હશે, તે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીતિન પટેલે મેરેથોન બેઠક યોજી
વડોદરામાં વધી રહેલા કોરોના કેસોના પગલે વડોદરાની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કોરોના ના કેસો ને લઈને મેરેથોન બેઠક કરી હતી. બેઠકમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી સૂચના આપવા સાથે કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા.

લોકડાઉન નહી લાગે-નીતિનભાઈ
અધિકારીઓ સાથે મેરેથોન બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન કરવા માટે હાલ કોઇ વિચારણા નથી. પ્રજા નિયમોનુ પાલન કરશે તો લોકડાઉન વિના કોરોના સંક્રમણને અટકાવીશું.તેમણે ઉમેર્યું કે વડોદરામાં આર. ટી.પી.સી.આર ટેસ્ટ વધારવા માટે વિધાનસભા દીઠ 2 કેમ્પ શરૂ કરવામાં આવશે. જેમાં દરેકને વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉન નહી લગાવવાની વાત કરી હતી ત્યારે હવે નાયબ મુખ્યમંત્રીએ પણ લોકડાઉનની વાતને નકારી દીધી છે.

નીતિનભાઈએ વડોદરામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી.
નીતિનભાઈએ વડોદરામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી.

કોવિડ કેસ સેન્ટર ઉભા કરાશે
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે વડોદરામાં અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટરમાં જે કોરોના સંક્રમિત લોકોના ઘરમાં રહેવાની સુવિધા નથી તેમજ અન્ય વ્યવસ્થા નથી તેવા લોકોને એટલે કે કોરોના સંક્રમિત દર્દીઓને રાખવામાં આવશે. જેમાં દર્દીઓને ચા-નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો