તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Congress Tried To Make Tea By Lighting Stoves On The Road With The Slogan 'Hi Ray Modi, Hi Hi' ... 35 Activists Detained

મોંઘવારીનો ઉગ્ર વિરોધ:વડોદરામાં 'હાય રે મોદી હાય હાય'...ના નારા સાથે કોંગ્રેસે રસ્તા પર ચૂલો સળગાવી ચા બનાવવાનો પ્રયાસ કર્યો, 35 કાર્યકરોની અટકાયત

વડોદરા24 દિવસ પહેલા
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કોંગ્રેસે મોંઘવારીને લઇને સરકાર સામે દેખાવો કર્યાં હતા
  • પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર અને દૂધ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં થયેલા અસહ્ય ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે દેખાવો કર્યાં

પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર અને દૂધ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં થયેલા કમરતોડ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે રસ્તા પર ચુલો સળગાવીને ચા બનાવવાના આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો પ્રયાસ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે કોંગ્રેસનો ચા બનાવવાનો કાર્યક્રમનો સફળ થાય તે પહેલા શહેર પ્રમુખ, પાલિકાના વિપક્ષના નેતા સહિત 35 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

કોંગ્રેસે ભારે સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં સયાજીગંજ ડેરી ડેન ખાતે મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, શૈલેષ, અમિત ગોટીકર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોંઘવારી વિરોધના બેનરો અને ગેસ સિલિન્ડરના કટ આઉટ, પોસ્ટરો સાથે જોડાયા હતા 'હાય રે મોદી હાય હાય', 'હાય રે ભાજપ હાય હાય'...અને મોંઘવારી દૂર કરોના નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરામાં સયાજીગંજ ડેરી ડેન ખાતે કોંગ્રેસે રસ્તા પર ચુલો સળગાવીને ચા બનાવવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો પ્રયાસ કર્યો
વડોદરામાં સયાજીગંજ ડેરી ડેન ખાતે કોંગ્રેસે રસ્તા પર ચુલો સળગાવીને ચા બનાવવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો પ્રયાસ કર્યો

પોલીસે 35 કાર્યકરોની અટકાયત કરી
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચુલો સળગાવી ચા બનાવવાનો પ્રયાસ કરીને વિરોધનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત 35 કાર્યકરોની અટકાયત કરી હતી.

મોંઘવારી દૂર કરોના નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મોંઘવારી દૂર કરોના નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોલીસ દ્વારા સરકારનો હાથો બનીને અમારી અટકાયત કરી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં પ્રજાનો અવાજ બનીને વિરોધ કરવો ગુનો બની ગયો છે. આજે અમે શાંતિપૂર્ણ રીતે પ્રજાનો અવાજ બનીને દેખાવો અને સૂત્રોચ્ચારો કરી રહ્યા હતા. પરંતુ, પોલીસ તંત્ર દ્વારા સરકારનો હાથો બનીને અમારી અટકાયત કરવામાં આવી છે. જે ગેરકાયદેસર છે. પરંતુ, કોંગ્રેસ દ્વારા આજથી એક સપ્તાહ સુધી જનચેતના કાર્યક્રમ શરૂ કરાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત મોંઘવારીના વિરોધમાં રોજેરોજ કાર્યક્રમો આપવામાં આવશે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત 35 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત 35 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

સામાન્ય માણસને જીવવુ મુશ્કેલ થઇ ગયું છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા મોંઘવારીએ માઝા મૂકી દીધી છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓમાં કમરતોડ ભાવવધારો થઇ ગયો છે. જેમાં ગેસ સિલિન્ડર અને દૂધના ભાવમાં વધારો થતાં ગરીબથી લઇને સામાન્ય માણસને જીવવુ મુશ્કેલ થઇ ગયું છે. તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારો થવાને કારણે ગરીબ લોકોને બે ટંકનું જમવાનું પણ નસીબ થતુ નથી.

પોલીસ તંત્ર દ્વારા સરકારનો હાથો બનીને અમારી અટકાયત કરવામાં આવી છે. જે ગેરકાયદેસર છે
પોલીસ તંત્ર દ્વારા સરકારનો હાથો બનીને અમારી અટકાયત કરવામાં આવી છે. જે ગેરકાયદેસર છે

આવનારા દિવસોમાં પ્રજા પણ રોડ પર ઉતરે તો નવાઇ નહીં
પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન હજારો લોકોના નોકરી-ધંધા પર અસર પડી છે. અનેક લોકોની નોકરીઓ છૂટી ગઇ છે. સરકારે લોકોને રાહત આપવાના બદલે ઉપરા-છાપરી મોંઘવારીનો માર આપી રહી છે. પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારના આદેશ પ્રમાણે પોલીસ તંત્ર કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ, હવે પ્રજા પણ જાગૃત થઇ રહી છે. આવનારા દિવસોમાં પ્રજા પણ રોડ પર ઉતરે તો નવાઇ નહીં. અમારી સરકાર પાસે માગણી છે કે, પ્રેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પણ નિયંત્રણ લાવે અને મોંઘવારી પર નિયંત્રણ લાવે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આથી પણ વધુ ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...