તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર:વડોદરા શહેરમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ માંજલપુરમાં ઝાડ પડતાં વાહનો દબાયાં

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારના રોજ રાત્રે મેઘરાજાએ આગમન કર્યું હતું. - Divya Bhaskar
શુક્રવારના રોજ રાત્રે મેઘરાજાએ આગમન કર્યું હતું.
  • દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો, ભારે પવનો ફૂંકાતાં ઠંડક પ્રસરી ગઇ
  • અનેક હોર્ડિંગ્સ ઊડ્યાં, આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે

પાકિસ્તાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના પગલે વડોદરામાં મોડી રાતે ઝડપી પવનો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાયક્લોનિકલ સર્ક્યુલેશનની અસર હેઠળ વડોદરા શહેર ઉપરાંત પાદરા નગર સહિત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

શુક્રવારના રોજ સવાર થી જ પવનોની ગતી ઓછી થઈ જતા ભારે બફારો રહ્યો હતો. જોકે રાતના 10:30 વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ઝડપી પવનોના પગલે શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળો પર નાના-મોટા હોર્ડીંગ્સ ઉડી ગયા હતા. મોડી રાત સુધી ઝડપી પવનો અને વાદળોની ગર્જના થતી રહેતી હતી. જોકે વરસાદ વરસવાનો બંધ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી છાંટા જ પડ્યાં હતાં.

માંજલપુર વિસ્તારમાં શુક્રવારે રાત્રે ઝાડ પડતાં વાહનો દબાયા.
માંજલપુર વિસ્તારમાં શુક્રવારે રાત્રે ઝાડ પડતાં વાહનો દબાયા.

ખેડૂતોના મતે પહેલા કોરોના બાદમાં તાઉ-તે વાવાઝોડુ અને કમોસમી વરસાદના પગલે હવે પાક જેટલો છે તેટલો પણ બચે નહી તેવી ચિંતા ઉભી થઈ છે. ઝડપી પવનો અને કમોસમી વરસાદના પગલે બાગાયતી પાકને પણ ભારે નુકશાન પહોચ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે પણ વાતાવરણમાં વાદળો છવાયેલા જોવા મળી શકે છે. જ્યારે ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 37.6 ડિગ્રી નોંધાયો હતો. શનિવારના રોજ પણ ગરમીનો પારો 37 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...