વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:વડોદરા શહેર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુણવંત પરમાર, સાવલીમાં કુલદિપસિંહ રાઉલજીની જાહેરાત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુણવંત પરમાર અને કુલદિપસિંહ રાઉલજી. - Divya Bhaskar
ગુણવંત પરમાર અને કુલદિપસિંહ રાઉલજી.

કોંગ્રેસે આજે તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં વડોદરા શહેર બેઠક પર ગુણવંત પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સાવલીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કુલદિપસિંહ રાઉલજી અને કરજણમાં પ્રિતેશ ઉર્ફે પિન્ટુ પટેલ અને પાદરામાં જશપાલસિંહ પઢીયારના નામની જાહેરાત કરવામાં આવી છે.

જશપાલસિંહ પઢીયાર અને પ્રિતેશ ઉર્ફે પિન્ટુ પટેલ.
જશપાલસિંહ પઢીયાર અને પ્રિતેશ ઉર્ફે પિન્ટુ પટેલ.

કોંગ્રેસના ઉમેદવારે 12 કરોડની સંપત્તિ જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષોએ પણ ઝંપલાવ્યું છે. જેમાં વડોદરા શહેર-જિલ્લાની વિવિધ બેઠકો પર આજે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં વડોદરાની રાવપુરા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે 12 કરોડ ઉપરાંતની સંપત્તિ જાહેર કરી છે. તો ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ 32 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ 32 કરોડની સંપત્તિ જાહેર કરી.
ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ 32 કરોડની સંપત્તિ જાહેર કરી.

રાવપુરામાં ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવાર ધનવાન
વડોદરાની રાવપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાળુ શુક્લએ 3 કરોડ 89 લાખ 18 હજાર 575 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, બાળુ શુક્લ વડોદરાના સાંસદ પણ રહી ચુક્યા છે. જ્યારે રાવપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલે 12 કરોડ 47 લાખ 83 હજાર 520 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

ડભોઇમાં ભાજપના સોટ્ટાની સંપત્તિ વધી
ડભોઇ બેઠક પર ભાજપના રિપિટ ઉમેદવાર શેલૈષ મહેતા (સોટ્ટા)એ આ વખતે 32 કરોડ 7 લાખ 14 હજાર 941 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ઉલ્લેખની છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સોટ્ટાએ 18 કરોડ 27 લાખની સંપત્તિ જાહેર કરી હતી.

ભાજપના ઉમેદવાર બાળુ શુક્લએ 3 કરોડ 89 લાખ 18 હજાર 575 રૂપિયાની સંપત્તિ જાહેર કરી.
ભાજપના ઉમેદવાર બાળુ શુક્લએ 3 કરોડ 89 લાખ 18 હજાર 575 રૂપિયાની સંપત્તિ જાહેર કરી.

સયાજીગંજમાં અમી રાવત કરોડપતિ, આપના સ્વેજલ વ્યાસ લાખોપતિ
સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે 6 કરોડ 23 લાખ 10 હજારની સંપત્તિ જાહેર કરી છે. અમી રાવત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા પણ છે. જ્યારે આમ આદમી પાર્ટીના સયાજીગંજ બેઠકના ઉમેદવાર સ્વેજલ વ્યાસે 60 લાખ 35 હજાર 753ની સંપત્તિ જાહેર કરી છે.

વાઘોડિયામાં ભાજપના અશ્વિન પટેલની 18 કરોડ ઉપરાંતની સંપત્તિ
સાવલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય ચાવડાએ 51 લાખ 33 હજાર 955 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. વાઘોડિયામાં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે 18 કરોડ 51 લાખ 16 હજારની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે વાઘોડિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ સોલંકીએ 3 લાખ 4 હજાર 809 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

અકોટા વિધાનસભા બેઠક પરથી ઋત્વિક જોશીએ 1 કરોડ 61 હજાર 639 રૂપિયાની સંપત્તિ જાહેર કરી.
અકોટા વિધાનસભા બેઠક પરથી ઋત્વિક જોશીએ 1 કરોડ 61 હજાર 639 રૂપિયાની સંપત્તિ જાહેર કરી.

શહેર કોંગ્રેસ પ્રમુખની સંપત્તિ 1 કરોડ
વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પરથી ઋત્વિક જોશીએ 1 કરોડ 61 હજાર 639 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ઋત્વિક જોશી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પણ છે.

મનિષાબેન કરોડપતિ બન્યા
વડોદરા શહેર બેઠક પર મનિષા વકીલે વર્ષ 2017માં 49 લાખ 13 હજાર 967 રૂપિયાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ વખતે ભાજપ દ્વારા તેમને એ જ સીટ પર રિપિટ કરવામાં આવ્યા છે. તેમણે આ વખતે સોગંદનામામાં 2 કરોડ 37 હજાર 590 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. એટલે પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં 1 કરોડ 51 લાખની સંપત્તિનો વધારો થયો છે. એટલે કે મનિષાબેન ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી બન્યા બાદ તેઓ પાંચ વર્ષમાં કરોડપતિ બન્યા છે.

ભાજપના ઉમેદવાર મનીષા વકીલે 2 કરોડ 37 હજાર 590 રૂપિયાની સંપત્તિ જાહેર કરી.
ભાજપના ઉમેદવાર મનીષા વકીલે 2 કરોડ 37 હજાર 590 રૂપિયાની સંપત્તિ જાહેર કરી.

કેતન ઇનામદારની સંપત્તિ 1 કરોડ 27 લાખ વધી
સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2017માં 2 કરોડ 52 લાખ 20 હજાર 449 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. ભાજપ દ્વારા આ બેઠક પર કેતન ઇનામદારને 2022ની વિધાનસભા ચૂંટણીમાં રિપિટ કરવામાં આવ્યા છે. આ વખતે સોગંદનામામાં તેમણે તેમની સંપત્તિ 3 કરોડ 79 લાખ 20 હજાર 977 જાહેર કરી છે. એટલે કે તેમની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 1 કરોડ 27 લાખ 528નો વધારો થયો છે.

અપક્ષ ધર્મેન્દ્રસિંહ અબજપતિ
વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...