કહી ખુશી કહી ગમ:વડોદરામાં મંત્રી-ધારાસભ્યોના પત્તા કપાયા, ભાજપ જિલ્લા પ્રમુખથી લઈને પૂર્વ સાંસદને ભાજપે ટિકિટ આપી

વડોદરાએક મહિનો પહેલા
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઈ.

ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોમાં એક મંત્રી સહિત ત્રણ ધારાસભ્યોના પત્તા કપાયા છે અને જે મંત્રી-ધારાસભ્યોના પત્તા કપાયા છે. તેઓની સીટ ઉપર નવા ચહેરા જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે જે ધારાસભ્યોના પત્તા કપાયા છે, તેવા ધારાસભ્યોમાં અને તેમના પરિવારજનોમાં નિરાશા જોવા મળી હતી. જ્યારે જે ઉમેદવારોને પ્રથમ વખત ટિકીટ આપવામાં આવી છે. તેવા ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સૌ જાણો છો ટિકિટ કેમ કપાઈ
વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોમાં વડોદરાની રાવપુરા બેઠક ઉપરથી રાજ્યના માજી મહેસુલ મંત્રી અને વર્તમાન કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાતા તેમના કાર્યકરોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ટિકિટ કપાયા બાદ મીડિયા દ્વારા તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, તેઓનો સંપર્ક થઇ શક્યો નથી. તેમના કાર્યકરોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે, તેમની ટિકિટ કેમ કાપવામાં આવી છે. જોકે, કાર્યકરો ખુલીને બોલી શક્યા ન હતા. પરંતુ, કાર્યકરોએ જણાવ્યું હતું કે, બે વખત ચૂંટાઇ આવેલા અને રાજ્યના મંત્રી તરીકે સારી કામગીરી કરવા છતાં, ભાજપ દ્વારા ટિકિટ કાપવામાં આવી છે. તેનાથી અમોને દુઃખ છે. મંત્રીના પરિવારજનોનો પણ સંપર્ક થઇ શક્યો ન હતો.

ધારાસભ્ય સીમાબહેન મોહિલેના સમર્થકો, શુભેચ્છકો નારાજ.
ધારાસભ્ય સીમાબહેન મોહિલેના સમર્થકો, શુભેચ્છકો નારાજ.

સમર્થકો-કાર્યકરોમાં નારાજગી
અકોટા બેઠકના ધારાસભ્ય સીમાબહેન મોહિલેની ટિકિટ કપાતા પરિવારમાં અને તેમના સમર્થકો અને સ્થાનિક કાર્યકરોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. ધારાસભ્ય સીમાબહેન મોહિલેની ટિકિટ કપાયા બાદ તેમનો સંપર્ક સાધતા થઇ શક્યો નથી. સીમાબહેન મોહિલેની ટિકીટ કપાતા તેમના સમર્થકો તેમના કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા. અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સમર્થકોએ જણાવ્યું કે, સીમાબહેન કોઇ પણ જાતના વિવાદમાં ન હોવા છતાં, તેમની ટિકિટ કાપી નાંખવામાં આવી છે. અને જે બેઠક જેમનો પ્રચંડ વિરોધ ચાલતો હતો અને બે-બે વખત ચૂંટણી લડ્યા છતાં તેમને ટિકીટ આપી દેવામાં આવી છે. સમર્થકો અને કાર્યકરોમાં સીમાબહેનની ટિકીટ કપાતા નારાજગી જોવા મળી હતી.

જેને ટિકિટ મળી તેમને ઉજવણી કરી.
જેને ટિકિટ મળી તેમને ઉજવણી કરી.

નિવાસ સ્થાને સમર્થકો ઉમટ્યા
જ્યારે અગાઉ કોર્પોરેશનની ચૂંટણી જીતેલા ચૈતન્ય દેસાઇને ટિકીટ મળતા ઉમેદવાર સહિત તેમના સમર્થકોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. સમર્થકો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખૂશી વ્યક્ત કરવામાં આવી હતી. મત વિસ્તારના ભાજપા અગ્રણીઓ અને કાર્યકરો તેમને શુભેચ્છાઓ આપવા માટે દોડી ગયા હતા. તેઓના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં બુકે લઇને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયા હતા. તો કેટલાંક અંગત સમર્થકો દ્વારા મિઠાઇ વહેંચવામાં આવી હતી. તેજ રીતે રાવપુરા બેઠક ઉપર બાલકૃષ્ણ શુક્લની ટિકિટ મળતા તેઓના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. માંજલપુર તેઓના નિવાસ સ્થાન વિસ્તારમાં ખૂશીનો માહોલ પથરાઇ ગયો હતો.

ડભોઈ બેઠક પર શૈલેષ સોટ્ટાને રિપીટ કરાયા.
ડભોઈ બેઠક પર શૈલેષ સોટ્ટાને રિપીટ કરાયા.

હું 50 હજાર મતોથી જીતીશ
તેજ રીતે વાઘોડિયા બેઠક ઉપર 6 ટર્મથી ચૂંટાઇ આવેલા મધુ શ્રીવાસ્તવની ટિકીટ કપાતા તેમના સમર્થકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મધુ શ્રીવાસ્તવે ટિકીટ કપાયા બાદ આડકતરી રીતે ભાજપા દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર અશ્વિન પટેલ અને ભાજપા પાર્લામેન્ટરી બોર્ડ સામે પણ બળાવો ઠાલવ્યો હતો. જોકે, મધુ શ્રીવાસ્તવની ટિકીટ કપાતા વાઘોડિયાના મતદારોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે વાઘોડિયા બેઠક ઉપર જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. અશ્વિન પટેલે ત્યાં સુધી જણાવ્યું હતું કે, હું 50 હજાર મતોથી જીતીને આવીશ.

અન્ય સમાચારો પણ છે...