તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'આપ'નું સંમેલન:વડોદરામાં આપના પ્રદેશ પ્રમુખ ઈટાલીયાએ કહ્યું- વિધાનસભાની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરાશે

વડોદરા6 મહિનો પહેલા
ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવનાર આમ આદમી પાર્ટીનું વડોદરા ખાતે સંમેલન મળ્યું હતું.
  • મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજાયું

કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠકો લાવી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવનાર આમ આદમી પાર્ટીનું વડોદરા ખાતે સંમેલન મળ્યું હતું. સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક શહેરોમાં સંગઠન નબળું છે તો કેટલાક શહેરોમાં સંગઠન મજબૂત છે. હવે અમારું લક્ષ્ય 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવાનું રહેશે.

દિલ્હીના ધારાસભ્ય સંમેલનમાં હાજર રહ્યા
વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલ ખાનગી પ્લોટમાં આમ આદમી પાર્ટીનું મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના અગ્રણી મનુ સોરઠીયા અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ હાજર રહ્યા હતા.

સંમેલનમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.
સંમેલનમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી.

શહેરોમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત
વડોદરા ખાતે મળેલા મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આવનારી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વડોદરા ખાતે મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ આમ આદમી પાર્ટીનું સંમેલન યોજવામાં આવશે. હાલ વડોદરામાં તેમજ ગુજરાતના કેટલાક શહેરોમાં સંગઠન મજબૂત નથી. પરંતુ કેટલાક શહેરોમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વડોદરા ખાતે મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વડોદરા ખાતે મધ્ય ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું.

વિધાનસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવાનું અમારું લક્ષ્ય છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા તે જ રીતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ બેઠકો ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ગુજરાતની પ્રજાને અમે વિકલ્પ આપીશું.