તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વડોદરામાં મંગેતરને મળીને મોપેડ પર જતી યુવતીને કાર ચાલકે અડફેટે લેતા મોત, કાર ચાલકની અટકાયત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિયાન્સને મળીને ઘર તરફ જતી નમ્રતા(ફાઈલ તસવીર)નું મોત નીપજ્યું હતું. - Divya Bhaskar
ફિયાન્સને મળીને ઘર તરફ જતી નમ્રતા(ફાઈલ તસવીર)નું મોત નીપજ્યું હતું.
  • યુવતી પાડોશીનું મોપેડ લઈને અકોટા બ્રિજ પાસે મળવા ગઈ હતી

વડોદરામાં મંગેતરને મળી પરત એક્ટીવા મોપેડ ઉપર પરત ફરી રહેલી યુવતીને કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. મોડી સાંજે અકોટા બ્રિજ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.કાર ચાલક મિત્તલ પટેલની રાવપુરા પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકોટા બ્રિજ પર સોલાર પેનલ પાસેથી યુ ટર્ન લઈ રહેલી મોપેડ ચાલક યુવતીને પુરઝડપે આવી રહેલી કારે જોરદાર ટક્કર મારી હતી. જેમાં રોડ પર ફંગોળાયેલી યુવતીને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. કાર એટલી સ્પીડમાં હતી કે, પહેલાં આરસીસી બ્લોક સાથે ભટકાયા બાદ યુવતીના મોપેડને ટક્કર મારી હતી. રાવપુરા પોલીસે મૃતદેહને સયાજીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકોટા પોલીસ લાઈન સામે શિવશક્તિ નગરમાં રહેતા જનકભાઈ સોલંકીની 24 વર્ષની પુત્રી નમ્રતાની સગાઈ 15 ઓગસ્ટે કરમસદના દિવ્યાંગ દરજી સાથે નક્કી થઈ હતી. સગાઈ બાદ પહેલીવાર શુક્રવારે સાંજે દિવ્યાંગ નમ્રતાને મળવા વડોદરા આવ્યો હતો અને તેઓએ અકોટા બ્રિજ ખાતે મળવાનું નક્કી કર્યું હતું. નમ્રતા તેના ભાઈ હેતના મિત્રનું મોપેડ લઈ અકોટા બ્રિજ પહોંચી હતી, જ્યાં ફિયાન્સને મળ્યા બાદ ઘરે પરત જતી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. નમ્રતા મોપેડ લઈ સોલાર પેનલ નજીક ડિવાઈડરના કટ પાસેથી વળાંક લેતી હતી ત્યારે અકોટા તરફથી પુરઝડપે આવેલી કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડરના કટ પાસે મૂકેલા આરસીસીના બ્લોક સાથે ધડાકા સાથે ભટકાયા બાદ નમ્રતાના મોપેડને ટક્કર મારી હતી.

જેમાં મોપેડ સાથે નમ્રતા ફંગોળાતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. નમ્રતાના ભાઈ હેતને જાણ થતાં તે પરિવાર સાથે દોડી ગયો હતો. નમ્રતાને મૃત હાલતમાં જોઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી રાવપુરા પોલીસ નમ્રતાને સયાજીમાં લઈ ગઈ હતી, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. પોલીસે કારચાલક મિતેષ પટેલની અટક કરી કાર કબ્જે કરી હતી.

મોપેડને ટક્કર લાગ્યા બાદ યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મોતને ભેટી હતી.
મોપેડને ટક્કર લાગ્યા બાદ યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મોતને ભેટી હતી.

પાડોશીનું મોપેડ લઈને નીકળી હતી
રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અકોટા પોલીસ લાઇન સામે આવેલ 7/ 50, શિવ-શક્તિ નગરમાં નમ્રતાબહેન જનકકુમાર સોલંકી (ઉં.વ.23) પરિવાર સાથે રહેતી હતી. નમ્રતાની તાજેતરમાં કરમસદના યુવાન સાથે સગાઇ થઇ હતી. અને આગામી દિવસોમાં તેઓના લગ્ન થવાના હતા. શુક્વારે નમ્રતાનો મંગેતર વડોદરા આવ્યો હતો. આથી નમ્રતા પાડોશીનું એક્ટીવા મોપેડ લઇ અકોટા બ્રિજ પાસે મળવા માટે ગઇ હતી.

કારની ટક્કરે આવ્યા બાદ યુવતીને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ હતી.
કારની ટક્કરે આવ્યા બાદ યુવતીને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ હતી.

સ્થાનિકો હોસ્પિટલ લઈ ગયાં હતા
નમ્રતા પોતાના ફીયાન્સને મળી પરત ઘરે આવી રહી હતી. તે સમયે અકોટા ગામ તરફથી પુરપાટ આવી રહેલી કારે નમ્રતાની એક્ટીવાને અડફેટે લેતા તે રોડ ઉપર પટકાઇ હતી. જેમાં તેણે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્મતા સર્જાતા જ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવ બનતાજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ગંભીર ઇજા પામેલ નમ્રતાને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેણે મૃત જાહેર કરી હતી.

અકસ્માત બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.
અકસ્માત બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.

પરિવારમાં શોકનો માહોલ
અકસ્માતના આ બનાવની જાણ નમ્રતાના ભાઇ હેત સોલંકીને થતાં તુરતજ તે પરિવાર અને મિત્રોને લઇ સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે અકોટા પોલીસ લાઇનની સામે આવેલ શિવ-શક્તિ નગરમાં નમ્રતાનું અકસ્માત મોત નીપજ્યું હોવાની જાણ થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી. નમ્રતાનું લગ્ન થાય તે પહેલાંજ તેનું અકસ્માતમાં મોત નીપજતાં શિવ-શક્તિ નગરના લોકોએ ભારે આઘાત લાગ્યો હતો.

લગ્નના થોડા સમય અગાઉ જ યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
લગ્નના થોડા સમય અગાઉ જ યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આરોપીને ઝડપી લેવાયો
બીજી બાજુ આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તે બાદ પોલીસ અકસ્માતમાં મોતને ભેટેલી નમ્રતાના ભાઇ હેત સોલંકીની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે કાર ચાલકની ઓળખ કરી તેની અટકાયત કરી હતી.

જેના ડિસેમ્બરમાં લગ્ન હતાં તેની અંતિમયાત્રા નીકળી
સોલાર પેનલનું કામ કરતા જનકભાઈ સોલંકીના પરિવારમાં બે સંતાનોમાં નમ્રતા મોટી હતી. ધોરણ 12ના અભ્યાસ બાદ માતાને ઘરકામ કરવામાં મદદ કરતી નમ્રતાનું પરિવારે ડિસેમ્બરમાં લગ્ન લેવાનું નક્કી કર્યું હતું. પુત્રીના મૃત્યુ બાદ નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારના ભારે આક્રંદથી વિસ્તારમાં ગમગીની છવાઈ હતી.