તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજનિષ્ઠા:વડોદરામાં મહિલા પોલીસની એવી ટીમ જે મોટી બહેન બની મદદ કરે છે, દીકરી બનીને સેવા કરે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં મહિલા પોલીસ ટીમના પ્રયાસોથી 47 પોલીસ જવાનોએ પ્લાઝમા ડોનેટ કર્યા
  • એનજીઓની સાથે મળીને 70થી વધુ વડીલોને ભોજન પહોંચાડવાનું કામ પણ સંભાળ્યું

કોરોનાનો સમય ભલે કપરો હોય પણ સેવા અને ફરજનિષ્ઠાના શ્રેષ્ઠ ઉદાહરણો પણ આ જ કપરા સમયમાં સામે આવી રહ્યા છે. વડોદરામાં મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે રચાયેલ શી ટીમે કોરોનાના આ કપરા સમયમાં સુરક્ષાની સાથે સાથે સમાજ સેવાની પ્રવૃત્તિ પણ શરૂ કરતાં અનેક લોકોને મદદ મળી શકી છે. શી ટીમ દ્વારા અત્યાર સુધીમાં 70 સિનિયર સિટીઝનને કાયમી ટીફીન સેવા મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ ટીમના પ્રયાસોના કારણે કોરોનાના દર્દીઓ માટે 47 પોલીસ કર્મચારીઓ પ્લાઝમાં ડોનેટ કરી ચૂક્યાં છે. શી ટીમને મદદ માટે રોજ સરેરાશ 35 થી 40 ફોન આવી રહ્યાં છે.

શી ટીમના પીએસઆઇ હીરલ ડી વ્યાસે જણાવ્યું હતું કે, શી ટીમનું કામ મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનને સુરક્ષા કરવાનું છે પરંતુ આ કામગીરીની સાથે સાથે શી ટીમ કોરોનાના કારણે જે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે તેમાં પણ મદદરૂપ બની રહી છે. અમને હાલ રોજના 35 થી 40 જેટલા કોલ મદદ માટે મળી રહ્યાં છે. હાલ સૌથી વધુ ફોન પ્લાઝમાં માટેના હોય છે. અમે 45 દર્દીના રજીસ્ટ્રેશન કરાવી પ્લાઝમા અપાવવામાં મદદ કરી છે તો 47 જેટલા પોલીસ કર્મચારીઓએ પણ પ્લાઝમાં ડોનેટ કર્યું છે. અમે 70 જેટલા આવા સિનિયર સિટીઝન માટે વિવિધ એનજીઓ સાથે મળીને કાયમી ટીફીન વ્યવસ્થા કરી આપી છે. આ ઉપરાંત શી ટીમ કોરોના કાળમાં અંતિમ સંસ્કારની મુશ્કેલી અનુભવતાં લોકોને પણ મદદ કરી રહી છે.

100 વર્ષના માજીને પોલીસ બેંક લઇ ગઇ અને ઘરે પરત મૂકવા ગઇ
પેટ્રોલિંગ દરમિયાન રોડ પર કોઇ પણ જગ્યાએ મહિલા, બાળકો કે, સિનિયર સિટિઝન પરેશાન જોવા મળે તો તેને તુરંત મદદ કરવામાં આવે છે. પીએસઆઇ હિરલ વ્યાસ તાજેતરમાં ગોરવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે એક વૃદ્ધ મહિલાને રોડ પર ચાલતાં જોયા. તેમણે મહિલાની ઉમર પૂછતાં તે 100 વર્ષના હતા અને બેંકના કામ માટે નીકળ્યાં હતા. પીએસઆઇ માજીને તેમની જીપમાં બેસાડી બેંકમાં લઇ ગયા હતા અને કામ પૂરું થતાં તેમને ઘરે પરત મૂકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...