પગલાં ભરવા માગ:વડોદરામાં સ્વિપર મશીનના ઇજારદારને નોટિસ ફટકારી દંડ વસૂલાશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પરથી ધૂળ સાફ કરતાં મશીનોના ખાલી આંટાફેરા
  • કોંગ્રેસના કાઉન્સિલરની અધિકારીઓ સામે પગલાં ભરવા માગ

શહેરના માર્ગો પરથી રોજ ધૂળ સાફ કરતા 80 લાખના 10 સ્વીપર વેકયુમ મશીન સફેદ હાથી સમાન સાબિત થઇ રહ્યા છે. મશીનમાં ધૂળ ખેંચાતી ન હોવાથી મજુર દ્વારા મેન્યુઅલી ધૂળ ભરીને આડેધડ નિકાલ કરાતો હોવાનું દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા ઇજારદારને નોટિસ અપાશે. સ્વીપર વેકયુમ મશીનમાં ધૂળ ખેંચાતી ન હોવાથી કામગીરી પોકળ સાબિત થઇ રહી છે.

કારેલીબાગ અને ફતેપુરામાં રાત્રે રોડ પથી ધૂળ સાફ કરતા મશીનમાં ધૂળ ખેંચાતી ન હોવાથી મજૂર દ્વારા ભરવામાં આવી હતી. આટલુ ઓછુ હોય તેમ મજૂરો આ ધૂળ અને કચરો ભરીને યોગ્ય સ્થળે નિકાલ કરવાને બદલે નજીકમાં જ ફેંકી દે છે. બીજી તરફ સ્થાયી ચેરમેને વડસર રોડ પર થતી કામગીરીમાં આવુ ધુપ્પલ ચાલતુ હોવાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

તેમજ એએમસીને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને પગલે એએમસી દ્વારા સ્વીપર મશીનના ઇજારદારને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઇ છે. ઇજારદાર દ્વારા જેટલા દિવસ આવી કામગીરી કરી હશે તેની રકમ બિલમાંથી કાપી નખાશે. જયારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ મ્યુ. કમિશનરને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગણી કરી રજૂઆત કરી છે કે હાલમાં આ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરાયો છે જે ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે.

સ્વિપર મશીન ફર્યા બાદ એકત્ર થતાં કચરા-ધૂળનો આડેધડ નિકાલ
કારેલીબાગમાં પાણીની ટાંકી રોડ પર સ્વિપર મશીન ફેરવ્યા બાદ અકત્ર થતો કચરો અને ધૂળનો કર્મચારી દ્વારા નજીકના ઓપન પ્લોટમાં નિકાલ કરાયો હતો.

  • 1 રોડ પર સ્વિપર મશીન ફેરવ્યા બાદ એકત્ર થતો કચરો અને ધૂળ મજૂરો દ્વારા ડસ્ટબીનમાં ભરી દેવામાં આવે છે.
  • 2 સ્વિપર મશીન સાથે રહેલા મજૂર દ્વારા ડસ્ટબીનમાં કચરો ભર્યા બાદ તેને ખેંચીને નજીકના કચરના સ્પોટ પર લઇ જવામાં આવે છે.
  • 3 ડસ્ટબીન ઢસડીને કચરાના સ્પોટ સુધી લવાયા બાદ તેને નિકાલ કરી દેવામાં આવે છે. જે આખી રાત પવનમાં ઊડીને આસપાસના વિસ્તારોમાં ફેલાય છે.
અન્ય સમાચારો પણ છે...