પોર્ન વીડિયો બતાવી દુષ્કર્મ:વડોદરામાં પરિણીત સબ ફાયર ઓફિસરનું પ્રેમિકા પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય, ફૂલહાર કરી પત્ની તરીકે ઓળખ આપતો

વડોદરા5 મહિનો પહેલા

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત વડોદરા ફાયર બ્રિગેડના મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના ચર્ચાસ્પદ સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે પ્રેમિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. પત્ની સાથે છૂટાછેડા લીધા હોવાનું જણાવી સબ ફાયર ઓફિસરે પ્રેમિકા સાથે ફુલહાર કર્યા હતા. અને તેણીને બીજી પત્ની તરીકે રાખી દુષ્કર્મ આચર્યું હતું. માંજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે સબ ફાયર ઓફિસર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. જોકે, પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી ભૂગર્ભમાં ગયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં આ સબ ફાયર ઓફિસર સામે પ્રોહિબીશનનો પણ ગુનો નોંધાયો હતો.

પ્રેમિકાના પણ છૂટાછેડા થવાના હોવાથી સબ ફાયર ઓફિસરે પ્રેમની જાળ બિછાવી
માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરામાં રહેતી જલ્પા (નામ બદલ્યું છે) ની મુલાકાત વર્ષ-2018માં સબ ફાયર ઓફિસર નિકુંજ પ્રવિણચંદ્ર આઝાદ (પરમાર) (સરકારી ક્વાટર્સ નંબર-21,મકરપુરા, મૂળ રહે. ડી-51, અવિચળ પાર્ક સોસાયટી, ચાંદખેડા, અમદાવાદ) સાથે અમદાવાદમાં થઇ હતી. ત્યાર બાદ તેઓ અવાર-નવાર મળતા હતા. તે સમયે નિકુંજ આઝાદે જમાવ્યું હતું કે, હું વડોદરામાં ફાયર ઓફિસર તરીકે નોકરી કરું છું. અને મારા છૂટાછેડા થયા છે. ત્યારે જલ્પાએ પણ જણાવ્યું કે, મારા પણ ટૂંક સમયમાં છૂટાછેડા થવાના છે. જેથી નિકુંજે લગ્ન કરવાની ઓફર કરી હતી. અને જણાવ્યું હતું કે, તારા છૂટાછેડા થયા બાદ આપણે લગ્ન કરી લઇશું. આ વાત થયા બાદ તેઓની મિત્રતા આગળ વધી હતી.

આરોપી અને મહિલા 2018માં સંપર્કમાં આવ્યા હતા.
આરોપી અને મહિલા 2018માં સંપર્કમાં આવ્યા હતા.

સબ ફાયર ઓફિસર નાગપુરથી પ્રેમિકાને મળવા શનિવાર-રવિવારે અમદાવાદ આવતો
દરમિયાન એપ્રિલ-18માં નિકુંજે જલ્પાને પોતાના મકરપુરા જીઆઇડીસીમાં આવેલા સરકારી ક્વાટર્સમાં બોલાવી હતી. જ્યાં નિકુંજે જલ્પાને જણાવ્યું કે, લગ્ન પછી આપણે અહીં જ રહેવાનું છે. તેમ જણાવી જલ્પાની મરજી વિરૂધ્ધ નિકુંજે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ નિકુંજ જુલાઇ-18માં નાગરપુર ડિપાર્ટમેન્ટલ ટ્રેનિંગમાં ગયો હતો. અને ત્યાંથી તે શનિવાર અને રવિવારે અમદાવાદ જલ્પાને મળવા માટે જતો હતો. અને અમદાવાદ હોટલમાં રોકાતા હતા. તે બાદ ઓગષ્ટ-18માં નિકુંજની ટ્રેનીંગ ગોવામાં હતી. આથી નિકુંજ જલ્પાને ગોવા બોલાવી હતી. જ્યાં તેને તેના સિનીયર અધિકારીને જલ્પાની ઓળખ પત્ની તરીકે કરાવી હતી.

પ્રેમિકાને બીજી પત્ની તરીકે રાખી દુષ્કર્મ આચર્યું.
પ્રેમિકાને બીજી પત્ની તરીકે રાખી દુષ્કર્મ આચર્યું.

ગોવામાં પ્રેમિકાના હાથમાં નિકુંજનો ફોન આવી જતા ભાંડો ફૂટ્યો
ગોવામાં જલ્પાના હાથમાં નિકુંજ આઝાદનો મોબાઇલ ફોન આવી ગયો હતો. જેમાં તેણીએ નિકુંઝની પત્ની અને બાળકનો વોટ્સએપ ડી.પી. ઉપર ફોટો જોતા ચોંકી ઉઠી હતી. જલ્પાએ નિકુંજને જણાવ્યું કે, તારા તો છૂટાછેડા થઇ ગયા છે. છતાં, તું તારી પત્ની સાથે કેમ વાતો કરે છે. ત્યારે નિકુંજે જણાવ્યું કે, જો મેં તને છૂટાછેડાની વાત કરી ન હોત તો તે મને શારીરીંક સંબધ બાંધવા દીધા ન હોત. નિકુંજનો આ જવાબ સાંભળી જલ્પા ચોંકી ઉઠી હતી. અને નિકુંજને જણાવ્યું કે, તે મારી સાથે ખોટું બોલીને શારીરીક સંબધ બાંધ્યો છે. તેમજ અકુદરતી સંબધ પણ રાખ્યા છે. તે મારી સાથે છેતરપિંડી કરી છે. જલ્પાનો રોષ જોઇ નિકુંજે જલ્પાને વડોદરા ફાયર ક્વાટર્સમાં રહેવા માટે બોલાવી હતી.

નિકુંજ આઝાદ પોર્ન વીડિયો જોઇને પ્રેમિકા ઉપર પ્રયોગ કરતો
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, વડોદરા ફાયર ક્વાટર્સમાં નિકુંજે જલ્પાને બોલાવ્યા બાદ ક્વાટર્સમાં પણ શારીરીક સુખ માણતો હતો. અને તેના ટી.વી.માં અને મોબાઇલ ફોનમાં પોર્ન વીડિયો બતાવીને જલ્પા સાથે અકુદરતી સેક્સ માણતો હતો. અને પોર્ન વીડિયો જોઇ જલ્પા ઉપર પોર્ન વીડિયોના પ્રયોગ કરતો હતો. જેમાં તે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરાવતો હતો. જેના વીડિયો પણ બનાવ્યા છે.

સબ ફાયર ઓફિસર સામે પ્રોહિબીશનનો પણ ગુનો નોંધાયો હતો.
સબ ફાયર ઓફિસર સામે પ્રોહિબીશનનો પણ ગુનો નોંધાયો હતો.

સબ ફાયર ઓફિસરે પ્રેમિકા ઉપર નજર રાખવા એસીમાં સીસીટીવી કેમેરા લગાવ્યા
વર્ષ-2020માં નિકુંજે કાયમી જલ્પાને વડોદરા બોલાવી લીધી હતી. અને અમદાવાદથી ઘરનો સામાન લાવવા માટે સરકારી ગાડી મોકલી આપી હતી. સરકારી વાહનમાં સામાન લઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે આવ્યા ત્યારે, તે તેની પોતાની કારમાં સામાન ટ્રાન્સફર કરીને વડસર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા માટે લઇ આવ્યો હતો. જે ભાડાનું મકાન વેચાણ લઇ લીધા બાદ વર્ષ-2021માં નિકુંજ આઝાદે જલ્પા સાથે ઘરમાંજ ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. તે બાદ નિકુંજે જલ્પા ઉપર શંકા સેવતા બંને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. નિકુંજે જલ્પાની ગતિવીધી જાણવા માટે મકાન સ્થિત એ.સી.માં કેમેરા છૂપાવ્યા હતા. જે કેમેરા જલ્પાએ શોધી કાઢી લીધા હતા. છેલ્લે નિકુંજ આઝાદે જલ્પા સાથે મે-2022માં દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી.
આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી.

માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
શહેરમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે એ.સી.પી. એસ.બી. કુંપાવતે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે માંજલપુર પોલીસ મથકમાં સબ ફાયર ઓફિસર નિકુંજ પ્રવિણચંદ્ર આઝાદ (પરમાર) સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તેઓ ફરાર થઇ ગયા છે. તેઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. નિકુંજ આઝાદની ધરપકડ બાદ અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.