પાલિકાને સીએસઆર હેઠળ આગ ઓલવવા માટેનો રૂા. 1.40 કરોડનો આધુનિક રોબોટ અપાતાં ગુરુવારે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. રિમોટ સંચાલિત રોબોટ 120 ફૂટ દૂરની આગ પણ ઓલવી શકશે.
2200 લિટર પાણીનો છંટકાવ એક મિનિટમાં રોબટના કોમેરાથી 300 મીટર દૂર રહેલા કર્મચારી જોઈ શકે છે
120 ફૂટ દૂર પાણી 7 કે.જી. પ્રેશરથી પાણી છોડી શકે છે
જેટ , સ્પ્રે, અને ફોગ 3 પ્રકારે છંટકાવ
કર્મચારીઓના જીવનું જોખમ ઓછું થશે
આધુનિક રોબોટથી કર્મચારીઓના જીવનું જોખમ ઓછું થશે.કેટલીક ટેકનીકલ કામગીરી અને આરટીઓનું કામ થયા બાદ તેને સત્તાવાર રીતે સમાવેશ કરાશે. > અમિત ચૌધરી, ફાયર ઓફિસર પાણીગેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.