ઓનલાઇન ઠગાઇ:વડોદરામાં એક વ્યક્તિએ OLX પર કબાટ વેચવા મુક્યુ, ખરીદનાર ઠગે QR કોડ મોકલી 99 હજાર રૂપિયા ઉપાડી લીધા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ઓનલાઇન કબાટ વેચવા મુકતા ખરીદીના નામે એક ઠગે જુદાજુદા QR કોડ મોકલી રૂપિયા 99, 173 રૂપિયા ઉપાડી લઇ ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર સોમા તળાવ પાસે આવેલ વેદાંત રેસીડન્સીમાં રહેતા ચેનતભાઇ નેહતેએ ગત મે 2022માં એક કબાટ વેચવા માટે OLX પર પોસ્ટ મુકી હતી. જેના સંદર્ભે વડોદરાથી અંકિતકુમાર બોલું છું અને તેઓ આ કબાટ ખરીદવા માંગતા હોવાથી બેંક એકાઉન્ટનું વેરિફિકેશન કરવામાં માંગે છે તેમ જણાવ્યું હતું. આ માટે ઠગે પહેલા ચેતનભાઇના બેંક ખાતામાં એક રૂપિયો કપાત કર્યો હતો અને બે રૂપિયા જમા કર્યા હતા.

જ્યાર બાદ ઓનલાઇન ઠગે ચેતનભાઇને પાંચથી સાત વખત QR કોડ મોકલ્યા હતા અને તેને સ્કેન કરાવ્યા હતા. જેથી તેમના બેંક ખાતામાંથી 21 હજાર, 9 હજાર, 21 હજાર એમ મળી કુલ છથી સાત ટ્રાન્જેક્શનમાં 99 હજાર 173 રૂપિયા કપાઇ ગયા હતા. આ મામલે ચેતનભાઇ નેહતેએ પોતે ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યાની પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.