તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, A Doctor Said, 'Your Friend Will Need Plasma, Otherwise He Will Not Survive', So The Lawyer Gave Plasma And Saved His Life.

મદદ:વડોદરામાં ડોક્ટરે કહ્યું, ‘તમારા મિત્રને પ્લાઝમા જોઈશે, નહીંતર નહીં બચે’, તો વકીલે પ્લાઝમા આપી જીવ બચાવ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્લાઝમા આપતા યુવાન ધારાશાસ્ત્રી ગૌરવ પારેખની તસવીર - Divya Bhaskar
પ્લાઝમા આપતા યુવાન ધારાશાસ્ત્રી ગૌરવ પારેખની તસવીર

34 વર્ષના અને પાદરાના વતની યુવાન ધારાશાસ્ત્રી ગૌરવ પારેખે આજે કોરોનાના દર્દીઓની સારવારમાં જીવનરક્ષક બનતા પ્લાઝમાનું દાન કર્યું હતું. આ યુવકને માર્ચ મહિનામાં કોરોના થયો હતો અને તેમાંથી મુક્ત થયાના 28 દિવસ પછી કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા આપવાનો તેમણે પ્રેરક સંકલ્પ કર્યો હતો. અદકેરા આનંદની વાત એ છે કે વ્યવસાયની સાથે સમાજસેવા કરતાં અને રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર એવા આ યુવાને આજે 15 દિવસ પછી ફરીથી પ્લાઝમા આપવાનો શુભ સંકલ્પ કર્યો હતો.

પ્લાઝમા દાન આપવાનો સંકલ્પ કર્યો
ગૌરવભાઈ જણાવે છે કે, મને માર્ચ મહિનામાં કોરોના થયો અને 6 દિવસની ઘર સારવાર પછી રિપોર્ટ નેગેટિવ આવતાં હું કોરોના મુક્ત થયો હતો. ત્યારબાદ મને જાણકારી મળી હતી કે, કોરોનાના ભૂતપૂર્વ દર્દીના પ્લાઝમા નવા દર્દીને સાજા કરવામાં ઉપયોગી બની રહે છે એટલે નિર્ધારિત 28 દિવસની મુદત પછી પ્લાઝમા દાનનો સંકલ્પ કર્યો હતો.

મિત્ર માટે પ્લાઝમા દાન કર્યા
વધુમાં તેઓ જણાવે છે કે, તે દરમિયાન મારા એક અસીલ મિત્રની જિંદગી કોરોનાને લીધે કટોકટીમાં મૂકાઈ ગઈ હતી. તબીબે હવે પ્લાઝમા આપવા એ જ છેલ્લો ઉપાય છે એવું કહ્યું. તેમને તે આપવામાં આવ્યા અને આશ્ચર્યજનક રીતે પ્લાઝમા સારવાર શરૂ કર્યાના બે દિવસમાં તેઓ સાજા થવા માંડ્યા. તેમણે મને કહ્યું કે ગૌરવભાઇ હાલમાં જેઓ કોરોનાથી સાજા થયાં હોય એમના માટે કરવા જેવું પુણ્યનું કામ પ્લાઝમા દાન છે. તેમની આ વાતથી મને પોઝિટિવ એનર્જી મળી અને મારો સંકલ્પ વધુ દૃઢ થયો. આજે જેતલપુરની આયુષ લેબમાં પ્લાઝમા આપ્યા પછી મને 15 દિવસ પછી ફરી આ પુણ્યકાર્ય કરવાનો સંકલ્પ લાદ્યો છે. તેમણે કહ્યું કે, પ્લાઝમા આપવાથી કશું જ થતું નથી. શરીરમાં કોઈ મુશ્કેલી જણાતી નથી એટલે કોઈનું જીવન બચાવવા કોરોનામુક્ત થયેલા યુવાનો પ્લાઝમા આપવાનું જીવન રક્ષક કાર્ય અવશ્ય કરે.

લોકડાઉનમાં સેવાભાવી પ્રવૃતિ કરી હતી
​​​​​​​વડોદરામાં વ્યવસાય કરતાં આ વકીલ પોતે સ્થાપેલા મિશ્રી ફાઉન્ડેશનના માધ્યમથી વિવિધ લોકોપયોગી સેવા પ્રવૃત્તિઓ કરે છે. તેમણે લોકડાઉન સમયે પાદરામાં પોલીસ જવાનો અને જરૂરિયાતમંદ લોકો માટે ચા, નાસ્તા, ભોજનની સેવા કરી હતી. હાલમાં આર.એસ.એસ.દ્વારા સમરસ હોસ્ટેલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી ભોજન સેવામાં પણ સ્વયંસેવક તરીકે જોડાયાં હતા. કોરોનાનો કોઈ અકસીર ઈલાજ નથી. તેની સારવારના વિવિધ વિકલ્પોમાં પ્લાઝમા સારવાર અસરકારક જણાઈ છે ત્યારે ગૌરવભાઈની પ્લાઝમા સેવા યુવા સમુદાયને અવશ્ય પ્રેરણા આપશે.

અન્ય સમાચારો પણ છે...