• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, A Couple Carrying Jewelery Together On A Two wheeler Went To A Stall To Drink Sugarcane Juice And The Jewelery Was Stolen In Vadodara.

વિચિત્ર ઘટના:વડોદરામાં ઘરમાં ચોરી થવાના ડરે ટુ-વ્હિલર પર સાથે દાગીના લઇ ફરતું દંપતી શેરડીનો રસ પીવા સ્ટોલમાં ગયુંને ઘરેણાં ચોરાઇ ગયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અહીં શેરડીનો રસ પીવા દંપતી આવ્યું હતું. - Divya Bhaskar
અહીં શેરડીનો રસ પીવા દંપતી આવ્યું હતું.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર સર્કલ નજીક એક દંપતી શેરડીનો રસ પીવા માટે સ્ટોલમાં ગયું અને તેમના પાર્ક કરેલા ટુ-વ્હિલરમાંથી દાગીના ચોરાઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે.

પડોશમાં ચોરી થઇ હતી
મૂળ મધ્ય પ્રદેશના ભોપાલના વતની અંકીતાબેન રાહુલ તિવારી હાલ પતિ સાથે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વીઆઇપી રોડ પર આવેલ આશીષ સોસયાટીમાં રહે છે. આ દંપતીના ઘરની પાછળ ચોરી થઇ હોવાથી તેમના ઘરે પણ ચોરી થઇ શકે છે તેવા ભયથી દંપતી જ્યારે પણ બહાર નિકળે તમામ દાગીના સાથે લઇને જ જતું હતું.

ટુ-વ્હિલરમાં દાગીના મુકી ગયાને ચોરી થઇ
ગત 27 ફેબ્રુઆરીના રોજ તિવારી દંપતી કામથી બહાર નિકળ્યું હતું અને અમિતનગર સર્કલ પાસે પાણીની ટાંકી જવાના રોડ પર આદેશ શેરડી રસ પાસે ટુ-વ્હિલ પાર્ક કરી શેરડીનો રસ પીવા સ્ટોલની અંદર ગયું હતું. બહાર આવીને જોયું તો તેના ટુ-વ્હિલની ડીકીનું લોક તૂટીલું હતું અને ઘરમાં ચોરી થશે તેવા ડરે દાગીના સાથે લઇને ફરતા હતા તે દાગીના ચોરાઇ ગયા હતા. આ મામલે દંપતીએ 1 લાખ 49 હજારની કિંમતના દાગીના ચોરાયાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ક્યા દાગીના ચોરાયા

  • આઠ સોનાની વીંટી
  • સોનાની ચેઇને બે નંગ
  • એક સોનાનું મંગળસૂત્ર
  • કાનમાં પહેલાવાની સોનાની પાંચ બુટ્ટી
  • નાકમાં પહેરવાની સોનાની ચુની
  • દીકરાના સોનાના બ્રેસલેટ અને ચેઇન
  • ચાંદીના છડા અને રોકડ રકમ