વડોદરામાં 3900 કુટુંબને હવે 14 નહીં, 28 દિવસ ઘરમાં રહેવું પડશે

કોરોના ઇફેક્ટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાનું ઇન્ફેક્શન ન ફેલાય તે માટે આરોગ્ય અને પોલીસ તંત્ર ખડેપગે

વડોદરાઃ કોરોનાની મહામારી વડોદરામાં વધુ ન ફેલાય તે માટે હોમ ક્વોરન્ટાઇન કરાયેલા 3900 નાગરિકોને તેમના પરિવાર સાથે 14 દિવસના બદલે હવે 28 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવાનું નક્કી કરાયું છે અને તેના માટે પોલીસ તંત્રને સાથે રાખી આરોગ્ય વિભાગ ફરજ પાડશે.
ક્વોરન્ટાઇનમાંથી નાસી છુટતા સામે બિનજામીનપાત્ર ફરિયાદ કરાશે
વડોદરામાં કોરોનો પોઝિટિવ કેસનો આંકડો આઠ પર પહોંચ્યો છે અને વિદેશથી પરત ફરેલા નાગરિકોની માહિતી મેળવીને તબક્કાવાર રીતે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 50 નાગરિકોથી શરૂ કરવામાં આવ્યું હતુ અને આ આંકડો 3900 પર પહોંચ્યો છે. હોમ ક્વોરન્ટાઇનમાંથી નાસી છુટતા નાગરિકો સામે બિનજામીનપાત્ર ફરિયાદ કરવાનું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે.
ઘરમાં રહેવું ફરજિયાત
હોમ ક્વોરન્ટાઇન હેઠળ 3900 નાગરિકોને 14 દિવસ સુધી ઘરમાં રહેવું ફરજિયાત હતુ અને તેની તપાસણી દિવસમાં ત્રણ વખત કરવામાં આવી રહી છે. શ્રીલંકા, યુએસએ, દુબઇ  સહિતના દેશોનો પ્રવાસ ખેડીને પરત ફરેલા નાગરિકોને પરિવાર સાથે ઘરમાં રાખવામાં  આવ્યા છે અને આવા નાગરિકોના પરિવારના સભ્યો પણ ઘરની બહાર ન નીકળે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. આ કાર્યવાહી પર રાજ્ય સરકારે નિમેલા શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ ખાસ નજર રાખી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...