• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, 30 Flying Squads Have Been Formed To Keep A Watchful Eye On Dishonest Financial Transactions That Could Influence Elections.

ચૂંટણી પહેલા કલેક્ટરની બેઠક:વડોદરામાં ચૂંટણીને પ્રભાવિત કરી શકે એવા અપ્રમાણિક આર્થિક વ્યવહારો પર તંત્રની બાજ નજર, 30 ફ્લાઇંગ સ્કવોર્ડ બનાવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ સાથે બેઠક યોજી હતી. - Divya Bhaskar
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ સાથે બેઠક યોજી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. વડોદરા શહેર અને જિલ્લાની દસેય બેઠકો ઉપર થનારી ચૂંટણીને પ્રભાવિત કરી શકે એવા અપ્રમાણિક આર્થિક વ્યવહારો રોકવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સજ્જડ પ્લાન બનાવ્યો છે. આવા અપ્રમાણિક આર્થિક વ્યવહારોને રોકવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ સાથે બેઠક યોજી હતી.

30 ફ્લાઇંગ સ્કવોર્ડ બનાવી
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી ગોરે આવકવેરા વિભાગ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એરપોર્ટ, ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, નશાબંધી વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અપ્રમાણિક આર્થિક વ્યવહારો, ફેફી પીણા કે શસ્ત્રોની હેરાફેરી રોકવા માટે સૂચના આપી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આવા વ્યવહારો અટકાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 30 ફ્લાઇંગ સ્કવોર્ડ બનાવવામાં આવી છે. જે વિવિધ વિસ્તારોમાં રોકડ, કેફીપીણા અને શંકાસ્પદ વ્યવહારોનું ચેકિંગ ઇન્કમટેક્સ, કસ્ટમ એન્ડ એક્સાઇઝ તથા નશાબંધી વિભાગ સાથે સંકલન કરી નિયમોનુસારની કાર્યવાહી કરશે.

વડોદરામાં ચૂંટણીને પ્રભાવિત કરી શકે એવા અપ્રમાણિક આર્થિક વ્યવહારો પર તંત્રની બાજ નજર છે.
વડોદરામાં ચૂંટણીને પ્રભાવિત કરી શકે એવા અપ્રમાણિક આર્થિક વ્યવહારો પર તંત્રની બાજ નજર છે.

20 વીડિયો સર્વેલન્સ ટીમનું પણ ગઠન
આ ઉપરાંત શહેર અને જિલ્લામાં 30 સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. જે જિલ્લાના પ્રવેશમાર્ગો, ચેકપોસ્ટ ઉપર વાહનોની ચકાસણી કરી ગેરકાયદાની પ્રવૃત્તિને શોધી તેને રોકશે. તદ્દઉપરાંત, તંત્ર 20 વીડિયો સર્વેલન્સ ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો સભા સરઘસ, ઉમેદવારોના પ્રચારના સ્થળો ઉપર નજર રાખશે. 10 વીડિયો વ્યુઇંગ ટીમ દ્વારા ઉમેદવારોના ચૂંટણી ખર્ચનું આકલન કરવામાં આવશે. 10 હિસાબી ટીમો આ ખર્ચ ઉપર દેખરેખ રાખશે. ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલે ઉક્ત બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 10-ચૂંટણી અધિકારીઓ, 27- મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 19- નોડલ અધિકારીઓ, 286- ઝોનલ અધિકારીઓ તેમજ આ ઉપરાંત 13850- પુરુષ અને 7885- સ્ત્રી મતદાન અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. ઉમેદવારના ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટેની ટીમ ઉમેદવારના ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટેની ટીમના નોડલ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વમાં આસિ. એપેંડીચર ઓબ્ઝર્વર-12 ઉપરાંત વિડિયો સર્વેલન્સ ટીમ (VST)- 20: જે વિડિયો ગ્રાફરને સાથે રાખી સભા/સરઘસ ઉમેદવારોના પ્રચારના સ્થળો વિગેરેની જગ્યાએ વિડિયો સર્વેલન્સ કરશે.

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સજ્જડ પ્લાન બનાવ્યો છે.
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સજ્જડ પ્લાન બનાવ્યો છે.

વિડિયો વ્યવિંગ ટીમ (VVT)- 10 ; જે VST ના વિડિયો જોઇ ઉમેદવારના ચૂંટણી ખર્ચનું આકલન કરી એકાઉંટીંગ ટીમને મોકલશે. એકાઉંટીગ ટીમ- (ACT)- ૧૦; ઉમેદવારોના શેડો રજીસ્ટર નિભાવી ચૂંટણી ખર્ચનું મોનિટરીંગ કરશે. ફ્લાઇંગ સ્કોડ- (FST) – 30: જે તમામ વિસ્તારોમાં ફરી રોક્ડ,લિકર અને અન્ય શંકાસ્પદ વ્યવ્હારોનું ચેકીંગ કરી સંબંધિત એજન્સીઓ જેવી કે, ઇન્કમ ટેક્ષ, ક્સ્ટમ અને એક્સાઇઝ, પ્રોહિબિશન વિગેરે સાથે સંકલન કરી જરુરી નિયમોનુસારની કાર્યવાહી કરશે. સ્ટેટીક સર્વેલન્સ ટીમ ( SST)- 30: જે જિલ્લાની વિવિધ ચેક પોસ્ટ પર ફરજ બજાવી આવનાર દરેક વાહનોની ચકાસણી કરી ગેરકાયદેસર પ્રવૃતી અટકાવશે.

આદર્શ આચાર સંહિતા આજ રોજ ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે અને તે મુજબ સ્થાયી સૂચનાઓ મુજબ આદર્શ આચાર સંહિતાનો અમલ કરાવવામાં આવશે. જેથી Defacement of property અંગેની સુચનાઓ મુજબ બેનર્સ, પોસ્ટર, ભિતપત્રો હટાવવામાં આવશે. (24 કલાકમાં સરકારી કચેરીઓ, 48 કલાકમાં જાહેર જગ્યાઓ, રોડ-પુલ વિગેરે, 72 કલાકમાં ખાનગી સ્થળોએ) તેમણે ઉમેર્યું કે નવી કોઇ યોજનાઓની જાહેરાત, લોકાર્પણ, શિલાન્યાસ કરી શકાશે નહી.આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવી કોઇ પ્રવૃત્તિ કરી શકાશે નહી.

શહેર અને જિલ્લામાં 30 સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે.
શહેર અને જિલ્લામાં 30 સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે.

Voter Information slip (VIS)નું મતદારોને વિતરણ કરવામાં આવશે.How to caste vote ના પોસ્ટર દરેક મતદાન મથકે લગાવવામાં આવશે.નોટાનો (NOTA) ઉપયોગ મતદારો કરી શકશે. મતગણતરી પોલિટેક્નીક, ફતેગંજ, વડોદરા ખાતે યોજાશે. જાહેર જનતા માટે ચૂંટણી લક્ષી ફરીયાદો માટે ટોલ -ફ્રી નંબર - 1800-233-3038, 1800-233-2650

જાહેર જનતા માટે ચૂંટણીલક્ષી એપ: 1. વોટર્સ હેલ્પલાઇન એપ 2. cVIGIL app- આદર્શ આચાર સંહિતાના ભંગ માટે 3. PwD app- PwD મતદારો માટે 4. Know you candidates (KYC)- ઉમેદવરોના ગુનાહીત ઇતિહાસની વિગતો બાબતની જાણકારી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...