તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિમારી:વડોદરામાં કોરોના બાદ સ્ટીરોઈડ્સના કારણે મ્યુકોરમાઈકોસિસ થતા 29 ગંભીર દર્દીની સયાજીમાં સારવાર ચાલુ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. રંજન ઐયરે મ્યુકર માઈકોસિસની બિમારી અંગે વિગતે વાત કરી હતી. - Divya Bhaskar
ડો. રંજન ઐયરે મ્યુકર માઈકોસિસની બિમારી અંગે વિગતે વાત કરી હતી.
  • કરવાથી મ્યુકોરમાઈકોસિસનું ફંગસ નાક અને તેની આસપાસના વિસ્તારથી થઇ આંખ મારફતે ફેલાય છે

શહેરની સરકારી સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં સરકારી સુવિધામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર બાદ સાજા થયેલા 29 દર્દીઓ મ્યુકોરમાઈકોસિસથી ગંભીર રીતે ગ્રસ્ત થતા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા સ્ટીરોઇડ્સના કારણે મ્યુકોરમાઈકોસિસના કેસોમાં વધારો થયો હોવાનું ડોક્ટરોનું અનુમાન છે.

કોરોનાથી સાજા થયેલાને જોખમ
હાલ રાજ્યમાં કોરોનાની ત્સુનામી ચાલી રહી છે. કોરોનાની ત્સુનામીમાં રાજ્યભરમાં રોજે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન સહિતની સારવારમાં જરૂરી વસ્તુઓની ઘટ સામે આવી રહી છે. કોરોનાના કપરા કાળમાં વહીવટી તંત્ર દ્વારા કોરોના કટોકટી સમયે સર્જાયેલી સ્થિતીમાં જરૂરીયાતને પહોંચી વળવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. હજી કોરોના તંત્રના નિયંત્રણથી જોજનો દુર છે. ત્યારે હવે કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ નામનો ગંભીર રોગ કહેર મચાવી રહ્યો છે.

રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતા ફેલાવો તેજ
સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયરે આપેલી જાણકારી પ્રમાણે, શહેરમાં કોરોનાની સારવાર પુરી કરી ચુકેલા અને ઘરે ગયેલા લોકોમાં મ્યુકર માઇકોસિસ દેખાઇ રહ્યો છે. જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હોય તેમાં આ રોગ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ રોગ ખાસ કરીને અનિયંત્રિત ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતો હતો. હવે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે. જે લાઇફ સેવીંગ છે. સ્ટીરોઇડ સાથે ટોસિલિઝુમેબ આપીએ છીએ જે શરીરની ઇમ્યુનીટી પર આડકતરી રીતે અસર કરે છે. પરંતુ કોવિડમાં ફાયદો કરે છે. પણ ઇમ્યુનો રિસ્પોન્સીસ સપ્રેસ કરવાથી મ્યુકોરમાઈકોસિસનું ફંગસ નાક અને તેની આસપાસના વિસ્તારથી થઇ આંખ મારફતે અન્યત્રે ફેલાય છે.

દર્દીઓની સ્થિતિ ગંભીર
સયાજી હોસ્પિટલમાં ટીમ વર્ક સાથે મ્યુકોરમાઈકોસિસની સારવાર થાય છે.હાલ 29 દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર લઇ રહ્યા છે. રોગ ગંભીર સ્થિતી સર્જે છે. કોરોનાની દવાઓને પર્યાપ્ત માત્રામાં ઉપયોગ અને અનિયંત્રિત રીતે ફેલાતા મ્યુકર માઇકોસિસ સામે આમે ટીમ વર્ક કરીને સારવાર આપી રહ્યા છે.મ્યુકોરમાઈકોસિસની સારવારમાં નિષ્ણાંત તબિબ, ક્રીટીકલ કેસ કન્સલ્ટન્ટ, ઇએનટી સર્જન અને ઓપ્થેમ્લમોલોજીસ્ટ સહિતનાની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવે છે.

માથાના વિવિધ ભાગોમાં ફેલાવો
ડો. રંજન ઐયરે ઉમેર્યું હતું કે, કોવિડ પછી રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોય, કોરોના પહેલા ડાયાબીટીસની બિમારી હોય અથવા તો કોરોનાની સારવામાં સ્ટીરોઇડ્સનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યા બાદ બ્લડ શુગરમાં અનિયંત્રીતતા આવી હોય તેવા કિસ્સાઓમાં મ્યુકોરમાઈકોસિસ થવાનો ભય રહેલો છે. આ તમામ લોકોએ ખાસ ચોક્સાઇ રાખવાની જરૂર છે.સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો. રંજન ઐયરના જણાવ્યા પ્રમાણે, હોઠ –તાળવામાં કાળા ચાંદા પડવા, ચેતનતા ગુમાવવી, આંખનો ડોળો ઉપસી આવવો, આંખ ફેરવવા દરમિયાન દુખાવો થવો તથા માથાનો દુખાવો જેવા લક્ષણો સાથે મ્યુકોરમાઈકોસિસ જોવા મળી રહ્યો છે.