તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતના પગલે વડોદરાના કોરોના અને આરોગ્ય વિભાગ પણ આગામી રસીકરણની કામગીરી માટે સક્રિય બની ગયો છે. વડોદરામાં કોરોનાની રસી આવે તે માટેના 25 ડીપ ફ્રિઝરો ગુરુવારે આવી જ આવી ગયા છે. આજવા રોડ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ (GSMCL)ના સ્ટોરમાં આ ફ્રિઝરો ઉતર્યા છે. ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીના પ્રારંભે શરૂ થનાર રસીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. પહેલા તબક્કામાં શહેર જિલ્લાના 23470 ફ્રંટ વોરિયરને રસી અપાશે.
ફ્રિઝરો GSMCL ગોડાઉન ઉપરાંત સંભવત: વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલી રિજ્યોનલ ડાયરેક્ટર ઓફિસ પરિસર ખાતે પણ કેટલાક ફ્રિઝરો આગામી દિવસોમાં ખસેડાશે. ત્યાંથી શહેર-જિલ્લાના રસીના પોઇન્ટ્સ પર રસી લઇ જવાશે. હાલના નિર્ણય મુજબ પહેલા રસી ગ્રામીણ વિસ્તારોમાં અપાશે, ત્યારબાદ શહેરી વિસ્તારમાં અપાશે. વડોદરામાં રસીકરણ માટે એવી ઇમારતો પસંદ કરવાની વિચારણા જેના કેમ્પસો ખુલ્લા હોય. જેના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન થઇ શકે. આ સૂચન દાહોદ જિલ્લામાંથી એક બેઠક દરમિયાન બહાર આવ્યું છે. જેના પગલે વડોદરામાં વિશાળ કેમ્પસવાળી સ્કૂલો પહેલી પસંદ થાય તેવી શક્યતા છે. જિલ્લામાં પીએચસી, સીએચસીમાં રસીકરણ થશે.
કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે રસીકરણની કામગીરી માટે જિલ્લા ટાસ્ક ફોર્સ અને તાલુકા ટાસ્ક કમિટીની રચના કરાઇ છે. રસી આવતા પહેલા તબક્કામાં કુલ 23,470 લોકોને રસી અપાશે. જેમાં હેલ્થ વર્કર, નર્સિંગ સ્ટાફ, લેબ ટેક્નિશિયન્સનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યાદી ભલે તૈયાર થઇ હોય પણ હજી તેના આંકડાઓમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. આ યાદીમાં પણ કોને પહેલા આપવી તેનો અગ્રતાક્રમ (પ્રાયોરિટી) કેન્દ્ર સરકાર નક્કી કરશે. બીજા વિભાગમાં કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે જેમાં પોલીસ વિભાગ, પાલિકાના તમામ સફાઇ કર્મચારીઓ, અને એવા શિક્ષકો જેમણે કોરોનાની કામગીરીમાં ફરજ બજાવી છે.
વડોદરા શહેર-જિલ્લામાં રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, હાલના તબક્કે આ મહિનાના અંત સુધીમાં કે જાન્યુઆરીના પહેલા કેટલાક દિવસોમાં રસીકરણની કામગીરી હાથ ધરાય તેવી શક્યતા છે. પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું કે હાલમાં સરકારના પોર્ટલ પર યાદી અપલોડ કરાઇ રહી છે. રસીની સુરક્ષા માટે પોલીસ વિભાગ પણ વિશેષ બંદોબસ્ત ગોઠવશે. હાલમાં 225 લિટરના 7 અને 90 લિટરના 18 ડીપ ફ્રિઝરો આવી ગયા છે. જે ફ્રિઝરોઆઇસલાઇન રેફ્રિરેજેટર ( આઇએલઆર) ના નામે ઓળખાય છે.
શહેર-જિલ્લામાં રસી કેવી રીતે લોકો સુધી પહોંચશે, જે તમારે જાણવું છે તે બધું જ...
જિલ્લા-તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સ કમિટી બની, જેમાં આ લોકો હશે
જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી
તાલુકા ટાસ્ક ફોર્સ કમિટી
તમામ વ્યવસ્થાનું માળખું ગોઠવી દેવાયું
વડોદરા શહેરમાં 13,700 અને જિલ્લામાં 10, 470 લોકોને શરૂઆતના તબક્કામાં રસી આપવામાં આવશે. જિલ્લામાં જિલ્લા કલેકટરના વડપણ હેઠળ રસીકરણની કામગીરી થશે. આ તમામની વ્યવસ્થાનું માળખું ગોઠવી દેવામાં આવ્યું છે. જિલ્લામાં જિલ્લા કલેકટરના વડપણ હેઠળ કામગીરી કરવામાં આવશે. - ડો. વિનોદ રાવ, કોરોના ઓએસડી
કયા તબક્કામાં કોને રસી અપાશે
બીજા તબક્કામાં પોલીસ બાદ સફાઈ કર્મીઓને રસી અપાશે
ગુજરાતમાં 3.9 લાખ હેલ્થ વર્કરને રસી આપવામાં આવશે, જોકે હજી ફેરફાર શક્ય છે. આ ઉપરાંત 50 વર્ષથી વધુના 1.03 કરોડ લોકોને રસી અપાશે. જેમાં કો મોર્બિડિટી ધરાવતા લોકોને પ્રાયોરિટી (અગ્રતાક્રમ)આપવામાં આવશે. જ્યારે પ્રાયોરિટી ગ્રૂપ-2 જેમાં પોલીસ બાદ સફાઇ કર્મચારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો સહિતના લોકોને અપાશે. જો કે, યાદી અંગે હજી કોઇ નિર્ણય લેવાયો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પહેલો તબક્કો :કોરોનામાં કામ કરતા તબીબો, નર્સિંગ સ્ટાફ, હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન્સ વગેરે
બીજો તબક્કો : પોલીસ વિભાગ, સફાઇ કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો
ત્રીજો તબક્કો : 50 વર્ષથી વધુ વયના લોકો, કોમોર્બિડિટી ધરાવતા લોકોને પ્રાયોરિટી
શું પ્લાનિંગ: નર્સિંગના વિદ્યાર્થી પણ જોડાશે
શહેર જિલ્લાના 23 હજારથી વધુ હેલ્થ કર્મચારીઓને રસી આપવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે પરંતુ રસીકરણની કામગીરીમાં કેટલીક વિગતો હજી પ્લાનિંગના તબક્કામાં છે. જેમાં રસી આપવા માટેના પોઇન્ટની સંખ્યા, ક્યાં મૂકવામાં આવશે, કેટલા વાહનો જોઇશે અને કેટલા તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ જોઇશે તે બાબતો હજી નક્કી થઇ નથી. જો કે આ સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)ને પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્સિંગ કોલેજોના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કામગીરી સોંપવાની વિચારણા ચાલી રહી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.