તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાન:વડોદરામાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની સારવાર માટે 102 જેટલી ટીમો કાર્યરત કરાઈ

વડોદરા2 મહિનો પહેલા
શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ
  • શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ આજથી સંજીવની અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેરના કોરોનાના દર્દીઓની ઉચિત સાર સંભાળ લેવા માટે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ આજથી સંજીવની અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ બે લોકોની એક એમ કુલ 102 ટીમો શહેરી વિસ્તારમાં ઘરે સારવાર લઈ રહ્યાં છે તેવા કોરોનાના દર્દીઓની મુલાકાત લેશે અને રોગના લક્ષણો પર નજર રાખવાની સાથે તેમની સારવારનું પણ યોગ્ય સંચાલન કરશે અને જરૂરી દવાઓ પણ આપશે.

શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ સંજીવની અભિયાન શરુ કરાયું
શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ સંજીવની અભિયાન શરુ કરાયું

ટીમો ઘરે સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લેશે
આજે સવારે મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે અભિયાન અંતર્ગત વિનોદ રાવે માર્ગદર્શન આપ્યું હતું તેની સાથે તેમણે જણાવ્યું કે, આવશ્યકતા જણાશે તો આગામી દિવસોમાં ટીમોની સંખ્યા વધારવામાં આવશે. પ્રત્યેક ટીમ દૈનિક ઘરે સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લેશે, પલ્સ ઓક્સીમિટર, બીપી માપક યંત્ર અને થર્મલ ગન જેવા ઉપકરણોની મદદથી તાપમાન, લોહીનું દબાણ, પ્રાણવાયુનું પ્રમાણ અને શારીરિક લક્ષણોની ચકાસણી કરીને દર્દીની સારવાર પર નજર રાખે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

102 જેટલી ટીમ વડોદરામાં ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સાર સંભાળ રાખશે
102 જેટલી ટીમ વડોદરામાં ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સાર સંભાળ રાખશે

દિવસમાં એક વાર દર્દીઓનો ટેલીફોનીક સંપર્ક કરશે
તેના માટે ઘરે સારવાર હેઠળના દર્દીઓને જોખમના આધારે મૂલવી, વડીલો અને અન્ય જોખમી રોગ પીડિતોને મુલાકાતમાં અગ્રતા આપવામાં આવશે.આ ટીમો દરરોજ અથવા એક દિવસના અંતરે દર્દીઓની મુલાકાત લેશે અને જો કોઈ દર્દીને દવાખાનામાં દાખલ કરવાની જરૂર લાગશે તો તેનું સંકલન કરશે. દરેક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ 3 આવી ટીમો કામ કરશે. આ ટીમો દર્દીઓને ઘેર બેઠા જરૂરી દવાઓ પણ આપશે અને દિવસમાં એક કે બે વાર તેમનો ટેલીફોનીક સંપર્ક કરશે.

તબીબી અધિકારીઓ આ ટીમોની કામગીરીનું નિરીક્ષણ કરશે
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના તબીબી અધિકારીઓ આ ટીમોની કામગીરીનું નિરીક્ષણ કરશે, ઘર મુલાકાત અને ફોલોઅપની નોંધ રખાશે તથા જરૂર જણાય તેવા કિસ્સાઓના ટેલી મેડીસીન સેવાઓ સાથે વધુ સારવારનું સંકલન કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો