કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા માત્ર 2 કેસ, ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નહીં, એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 27 થઇ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં ​​​​​આજે નવા માત્ર 2 કેસ નોંધાયા હતા. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,089 પર પહોંચી ગઇ છે. વધુ 11 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,305 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 27 ઉપર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 8 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ગોત્રી અને ગોરવા​​​​વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 0, પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 0 અને દક્ષિણ ઝોનમાં 0 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...