કોમર્સ ફેકલ્ટીની એફવાય બીકોમની મીડ સેમ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. યુનિટ બિલ્ડિંગ પર ચાલુ પરીક્ષાએ લાઇટ જતા વિદ્યાર્થીઓએ અંધારામાં પરીક્ષા આપી હતી. મેઇન બિલ્ડિંગ પર વિદ્યાર્થી સંગઠન દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમની મીડ સેમીસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જ યુનિટ બિલ્ડિંગ પર ચાલુ પરીક્ષાએ લાઇટો ડુલ થઇ હતી. બેકઅપ તરીકે કોઇ આયોજન કરવામાં આવ્યું ના હતું. જેના કારણે વિદ્યાર્થીઓએ કલાસ રૂમોમાં બારીમાંથી આવતા પ્રકાશના અજવાળે પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.
એફવાય બીકોમની પરીક્ષામાં 7 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. કોમર્સ મેઇન બિલ્ડિંગ પર પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સામે સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠન દ્વારા એફવાય બીકોમના વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. એફવાય બીકોમમાં એસવાય,ટીવાય કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે ત્યારે સાવચેતીના ભાગરૂપે માસ્ક જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.