વિજેતા:ટેબલ ટેનિસ સ્પર્ધામાં વંશ મોદી- શૈલી પટેલ બે-બે ટાઈટલ જીત્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓપન બરોડા ટેબલ ટેનિસ સ્પર્ધની ફાઇનલ સંપન્ન
  • મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલય પરીખ વિજેતા બન્યો

ઓપન બરોડા ટેબલ ટેનિસ સ્પર્ધાની ફાઈનલમાં શૈલી પટેલ અને વંશ મોદી ડબલ ક્રાઉન વિજેતા બન્યાં હતાં. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલય પરીખ ધવલ મહેતાને સીધા સેટમાં હરાવી ચેમ્પિયન બન્યો હતો.ઓપન બરોડા મેજર રેન્કિંગ TT ટુર્નામેન્ટ રવિવારે, કેડેટ પેડલર વંશ મોદીએ કેડેટ અંડર-13 બોયઝ, સબ જુનિયર અંડર-15 અને જુનિયર અંડર-17 બોયઝમાં ભાગ લીધો હતો. 3માંથી તે બે ઈવેન્ટ્સમાં વિજેતા બન્યો હતો એટલે કે કેડેટ બોયઝ અને જુનિયર અંડર-17 બોયઝ સિંગલ અને સબ જુનિયર અંડર-15 બોયઝ સિંગલ્સમાં રનર્સ અપ બન્યો હતો.

ઇનામ વિતરણમાં ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, સ્થાયી ચેરમેન હિતેન્દ્ર પટેલ અને ડો. હરજીત કૌર, ડાયરેક્ટર ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ, મ.સ.યુનિ. રોહન ભણગે-સીઈઓ–સમા અને માંજલપુર ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાજર રહ્યા હતા. જયેશ ભાલાવાલા, SAG, સિનિયર કોચ, જયાબેન ઠક્કર, પ્રેસિડેન્ટ-TTAB, કલ્પેશ ઠક્કર, સેક્રેટરી-TTAB અને જીત્યાંગ ભટ્ટ, ટ્રેઝરર-TTAB હાજર રહ્યા હતા. વિજેતાઓને ટ્રોફી, રોકડ અને મેરિટ પ્રમાણપત્ર અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...