તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Second Wave Of Corona, 3 Charitable Organizations In Vadodara Provided Free Tiffin Service To 16,963 Home Quarantine Patients And 1.18 Lakh Relatives.

111 દિવસથી સેવાયજ્ઞ:કોરોનાની બીજી લહેરમાં વડોદરાની 3 સેવાભાવી સંસ્થાએ 16,963 હોમ ક્વોરન્ટીન દર્દીઓ અને 1.18 લાખ સગાને વિનામૂલ્યે ટિફિન સેવા પૂરી પાડી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંસ્થાઓએ દર્દીઓના HRCT, X-RAY, RTPCR ટેસ્ટ સહિતની સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી - Divya Bhaskar
સંસ્થાઓએ દર્દીઓના HRCT, X-RAY, RTPCR ટેસ્ટ સહિતની સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી
  • આરોગ્ય સેવારૂપે દર્દીઓના HRCT, X-RAY, RTPCR ટેસ્ટ સહિતની સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી હતી

વડોદરા શહેરમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં લોકોની સેવા માટે સરકારની સાથે અનેક સામાજિક, ધાર્મિક, અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી માનવતાની સુવાસ પ્રસરાવી રહી છે. વડોદરા શહેરની ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ(સમસ્ત ખડાયતા સમાજ, વડોદરા) અને આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ અને શ્રી ગોવર્ધનનાથજી હવેલીએ પરસ્પર સહયોગથી અવિરત પણે 111 દિવસથી માનવ સેવાનો યજ્ઞ આદર્યો છે.

નિઃશુલ્ક ટિફિન સેવા કાર્ય અવિરતપણે ચાલી રહ્યુ છે
આ સંસ્થાઓ દ્વારા કોરોનાની બીજી લહેરમાં નાત-જાતના ભેદભાવ વગર હોમ ક્વોરન્ટીન થયેલા તમામ સમાજના 16,963 દર્દીઓ અને 1,18,408 દર્દીઓના સગાઓ તથા 92 વડીલોને નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવા સાથે આજે પણ નિઃશુલ્ક ટિફિન સેવા કાર્ય અવિરતપણે ચાલી રહ્યુ છે.

16 વિદ્યાર્થીઓને શિક્ષણ ફીની સહાય આપી
આરોગ્ય સેવારૂપે 44 દર્દીઓના RTPCR, 37 દર્દીઓના HRCT, 33 દર્દીઓના X-RAY તથા 46 દર્દીઓના PATHOLOGY TEST નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટીન પરિવારોને છેલ્લા 111 દિવસોમાં માસ્ક, સેનિટાઇઝર અને વેપોરાઇઝર ભેટ આપવામાં આવ્યા છે. તેમજ 11 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સેવા વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાઓ દ્વારા શિક્ષણ સહાય હેઠળ 9300 ફુલસ્કેપ ચોપડાનું રાહતદરે વિતરણ કરવાની સાતે 16 વિદ્યાર્થીઓને શિક્ષણ ફીની સહાય આપવામાં આવી છે.

ચોપડાનું રાહતદરે વિતરણ કરવાની સાતે 16 વિદ્યાર્થીઓને શિક્ષણ ફીની સહાય આપવામાં આવી છે
ચોપડાનું રાહતદરે વિતરણ કરવાની સાતે 16 વિદ્યાર્થીઓને શિક્ષણ ફીની સહાય આપવામાં આવી છે

મદદરૂપ થનાર તમામનો સંસ્થાઓના હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો
માનવસેવા આ મહાયજ્ઞમાં ભોજન બનાવી આપનાર પ્રમોદભાઈ જોષી પરિવારના સભ્યો, ટીફીન ડિલિવરી કરનાર 16 સભ્યો અને બેક હેન્ડમાં ટેક્નિકલ સિસ્ટમ સંચાલિત કરનાર ટીમનો પ્રસંશનીય સહયોગ સાપડ્યો છે. આ સંસ્થાઓના સેવા કાર્યમાં આર્થિક તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામનો સંસ્થાઓના હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...