ભાસ્કર એક્સક્લૂઝિવ:બીજી લહેરમાં 10 હજાર કેસ થતાં એકથી દોઢ મહિનો થયો હતો, હવે માત્ર 7થી 10 દિવસ થઈ શકે છે: ડો. વિનોદ રાવ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો. વિનોદ રાવની તસવીર - Divya Bhaskar
ડો. વિનોદ રાવની તસવીર
  • ત્રીજી લહેરની દસ્તક : અગાઉ કોરોના સામે લડત આપવાની તૈયારી માટે એક મહિનાનો સમય મળતો પણ આ વખતે ઓછો પડશે
  • કોરોના સામેની લડતમાં વડોદરાની બાગડોર ફરી એક વખત શિક્ષણ સચિવના હાથમાં સોંપાઇ

કોરોના સંક્રમણની ગતિ જે રીતે વધી રહી છે તે જોતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ શકે છે તેવી દહેશત શિક્ષણ સચિવ અને કોરોના સામેની લડતમાં ફરી એક વખત વડોદરાની બાગડોર જેના હાથમાં છે તેવા ડો. વિનોદ રાવે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બીજી લહેરમાં 10 હજાર કેસ થતાં અેકથી દોઢ મહિનો લાગતો હતો, સંભવિત ત્રીજી લહેરમાં અા અાંક માત્ર 7થી 10 દિવસમાં થઇ જવાની શકયતા છે. જેને લઇને તૈયારીઅો અારંભી દેવાઇ છે.

વડોદરામાં કોરોનાના કેસો ગત વર્ષે એપ્રિલમાં તબકdકા રીતે વધવાનું શરૂ થયું હતું અને મે મહિનામાં સ્થિતિ ગંભીર બની હતી.જેમાં, તા.4 મેના રોજ એક જ દિવસમાં 11 હજાર દર્દી હોસ્પિટલમાં દાખલ હતા. આ જ મહિનામાં તા.7 મેના રોજ કોવિડ પોઝિટિવના 989 દર્દી નોંધાયા હતા કે જે એક દિવસમાં સૌથી વધુ પોઝિટિવ હોવાનો આંક છે. વડોદરામાં 1 એપ્રિલ,2021ના રોજ કુલ 28780, તા.3 મે ના રોજ 46712 અને તા.4 મે ના રોજ 48586 કેસનો આંકડો નોંધાયો હતો.આમ,1 મહિના અને 3 દિવસમાં 19806 કેસનો ઉછાળો આવ્યો હતો.

ખાસ કરીને રોજના 105 કેસથી વધીને એક દિવસમાં 989 કેસ થવામાં 50 દિવસ લાગ્યા હતા. કોરોનાના નવા સ્વરૂપ આવી રહ્યા છે અને કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ફરી વડોદરાની જવાબદારી પૂર્વ મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવને આપી છે અને તેમણે મ્યુ.કમિશનર,આરોગ્ય વિભાગ સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ સાથે વર્ચ્યુલ બેઠક પણ કરી હતી.

વડોદરાના પ્રભારી ડો.વિનોદ રાવે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,કોરોનાની અગાઉની લહેરોમાં કેસો પ્રમાણે તૈયારી કરાતી હતી પણ હવે સંભવિત લહેરમાં એકદમ ખરાબ સ્થિતિ માની લઈને જ તૈયારી કરાઈ છે. કારણકે સંક્રમણની ગતિ ખૂબ જ ઝડપથી વધશે તેવું હાલના તબક્કે મનાઇ રહ્યું છે. ધીમી ગતિએ કેસોમાં વધારો થતો હતો અને દસ હજાર સુધી પહોંચવાનો એકથી દોઢ મહિનાનો સમય અગાઉ લાગતો હતો પરંતુ હવે આટલા જ કેસો સુધી પહોંચવામાં સાતથી દસ જ દિવસ લાગી શકે છે.

બીજી વેવમાં જ્યારે ખૂબ ગંભીર સ્થિતિ હતી ત્યારે એક જ દિવસમાં 11 હજાર બેડ ભરાયેલા હતા અને તે સમયે 14,000 બેડની વ્યવસ્થા કરાઈ હતી. નવી સ્થિતિને પહોંચી વળવા બે દિવસ અગાઉ જ શહેરની હોસ્પિટલ સંચાલકોને એલર્ટ મોડ પર મૂકી દેવાયા હતા અને તેની સૂચના અપાઈ હતી. કોરોનાની અગાઉની સુનામી એકથી દોઢ મહિનો લાગતો હતો પરંતુ આ વખતે 7 થી 10 દિવસનો સમય લાગશે તેવું હાલના તબક્કે મનાઇ રહ્યું છે.જોકે હોસ્પિટલોમાં દાખલ કરવા પડે તેવી ગંભીર સ્થિતિ નહીં હોય પરંતુ તકેદારીરૂપે તમામ તૈયારીઓ હાથ પર લેવાઈ છે.

સંજીવની સેવા રથ માટે 100 ડૉક્ટર્સની તાબડતોબ નિમણૂક કરવા માટે સૂચના
શહેર-જિલ્લામાં એકદમ ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે નિમાયેલા પ્રભારી સચિવ ડો. વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સંજીવની સેવા રથ માટે 100 તબીબો માટે જાહેરાત આપી તેમની તાબડતોબ નિમણૂક કરવી, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના અધિકારીઓએ સરકારી હોસ્પિટલોની સમીક્ષા કરવી, દવાઓ અને સાધન સામગ્રીથી હોસ્પિટલોને સજ્જ રાખવી, સરકારી અને ખાનગી હોસ્પિટલના ઓક્સિજન પોઇન્ટ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, બાઇપેપનું ઓડિટ કરવા માટે પણ સૂચન કર્યું હતું.