તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ટવેરાની સીટમાં ચોરખાનાં બનાવી છુપાવેલા દારૂ સાથે 2 શખ્સ ઝબ્બે

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાર પર ઓન ડ્યૂટી એસએસજીનું બોર્ડ લગાવી કરાતી હતી દારૂની હેરાફેરી

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં મારવાડી મહોલ્લામાં ક્રાઈમ બ્રાન્ચે ટવેરા ગાડીની આગળ-પાછળની સીટોની નીચે ચોરખાનાં બનાવી તેમાં છુપાવેલી દારૂની ક્વાર્ટર બોટલો ઝડપી લીધી હતી. બૂટલેગરોએ દારૂની હેરાફેરી કરવા ટવેરાના કાચ પર ઓન ડ્યૂટી એસએસજી હોસ્પિટલનું બોર્ડ લગાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના મારવાડી મહોલ્લામાં દારૂનો જથ્થો ભરેલી ટવેરા કાર પડેલી છે. જેથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જે. પટેલ અને તેમની ટીમે દરોડો પાડી ટવેરા કારને ઝડપી તપાસ કરતાં તવેરા કારની આગળ, વચ્ચે અને પાછળની સીટોની નીચે બનાવાયેલા ચોર ખાનામાંથી દારૂની ક્વાર્ટર બોટલો છુપાવેલી મળી હતી. પોલીસે ચોરખાનામાં છુપાવેલી દારૂની 158  ક્વાર્ટર બોટલો તથા એક મોબાઇલ અને ટવેરા કાર મળી 2,12,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પોલીસની આંખમાં ધૂળ નાખવા બૂટલેગરોએ ટવેરા કારના આગળના કાચ પર ઓન ડ્યૂટી એસએસજી હોસ્પિટલનું બોર્ડ લગાવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે રવિ ભવરસિંહ રાજપૂત અને નટુ રણછોડ મારવાડીને ઝડપી લીધા હતા ત્યારે મહેન્દ્ર ઉર્ફે બેલકિયો  મોહન મારવાડી ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો