ટ્રેનોમાં અછોડાતોડો બેફામ:ભૂજ બાન્દ્રા ટ્રેનના એક જ કોચમાં ત્રણ મહિલાઓના અછોડા તૂટ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યો
  • ​​​​​​​રેલવે પોલીસ અને આરપીએફનું પેટ્રોલિંગ પોકળ સાબિત થયું

ભુજ-બાન્દ્રા એકસપ્રેસ વહેલી સવારે વડોદરા સ્ટેશનથી ઉપડયા બાદ મહિલાનો અછોડો તોડી એક ગઠિયો ચાલુ ટ્રેન કૂદી ફરાર થઇ ગયો હતો, આ જ કોચમાં બીજા બે બનાવ ચોરીના બન્યા હતા.વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અનિતાબેન હિતેન્દ્રભાઈ ઝાલા (ઉ.વ.53,રે.સી.75 બીજા માળે, હિરામોતીનગર,શિવાજીનગરની બાજૂમાં,થાણે) ભુજ રેલવે સ્ટેશન ખાતેથી ભુજ-બાન્દ્રા એકસપ્રેસમાં રીઝર્વ કોચમાં બેઠાં હતા.13મી નવેમ્બરના રોજ સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી.સવારે 5-20 વાગે ટ્રેન મુંબઇ તરફ જવા માટે ઉપડી હતી તે વેળા ઘંઉ વર્ણનો એક યુવાન અનિતાબેને પહેરેલી રૂા.50 હજારની ચેઇન (10 ગ્રામ વજન) તોડીને ફરાર થઇ ગયો હતો.

અનિતાબેન ઝાલાએ જણાવ્યું હતું કે ‘ હું અને પરિવારના સભ્યો એસ-3 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ટ્રેન થોડી ધીમી હતી ત્યારે એક યુવાન મારા ગળામાંથી ચેઇન તોડીને ચાલુ ટ્રેને કૂદી ગયો હતો મેં હોબાળો કર્યો હતો પણ અંધારામાં તે ફરાર થઇ ગયો હતો. ટીટીઈને જાણ કરતાં અંકલેશ્વરથી રેલવે પોલીસ આવી હતી અને ફરિયાદ લીધી હતી.તેમણે કહ્યું હતું કે અમારા કોચમાં ચોરીના બીજા બે બનાવ બન્યા હતા.છેલ્લા સપ્તાહમાં ટ્રેનમાં ચોરીના ચાર બનાવો બનતાં પેટ્રોલીંગનો દાવો કરતી રેલવે પોલીસ,એલસીબી અને આરપીએફની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

ગઠિયો વેઇટિંગ ટિકિટ સાથે કોચમાં ચઢ્યો
ચાલુ ટ્રેને ચેઇન તોડી ટ્રેનમાંથી કૂદી પડનાર યુવક અમદાવાદથી ટ્રેનમાં બેઠો હતો,ટ્રેનના બંદોબસ્તના જવાને તેની પાસે ટિકિટ હોવાનું પુછતાં તેની પાસે વેઇટિંગ ટિકિટ હોવાનું જણાવ્યું હતું પણ તેની પાસે ટિકિટ હોવાની ખાતરી કરાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...