• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Public Dialogue Program In Padra, 'Why The Price Of Gas Is 1 Thousand?' The Old Man Took The Mic In 14 Seconds While Asking Questions To Patil

'ગેસના ભાવ 1 હજાર કેમ?’:લોકસંવાદ કાર્યક્રમમાં પાટીલને આ સવાલ પૂછતાં વૃદ્ધનું 14 સેકન્ડમાં માઇક લઈ લેવાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રશ્ન પૂછનાર વૃદ્ધ. - Divya Bhaskar
પ્રશ્ન પૂછનાર વૃદ્ધ.
  • તમારે પ્રજાનું નહીં વિચારવાનું એવું કહેતાં જ નેતાઓનાં મોં સિવાઈ ગયાં

પાદરામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને નાગરિકે ગેસ- સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? પ્રજાનું નહીં વિચારવાનું? એવો સવાલ કરતાં 14 સેકન્ડમાં માઇક લઈ લેવાતાં લોકશાહીનું હનન થયાની લાગણી ઊભરી હતી.

ભાજપે શરૂ કરેલા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત વડોદરા જિલ્લામાંથી થઈ છે. એ અંતર્ગત બુધવારે પાદરા સ્થિત આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના નિવેદન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમણે મેન્ટલ હોસ્પિટલમાં જઈ ચેક અપ કરાવવું જોઈએ. તેઓ હિન્દુ ધર્મનાં ભાઈ-બહેનોની લાગણી સાથે રમત રમવાનું બંધ કરે. હું અહીંથી તેમને વોર્નિંગ આપું છું કે આવો જો પ્રયત્ન તેઓ વારંવાર કરશે તો આ હિંદુ પ્રજા તેમને પાઠ ભણાવશે, એ પણ તેમારે જાણી લેવાની જરૂર છે.

સીઆર પાટીલે કોંગ્રેસના નેતાના નિવેદન અંગે વધુ પ્રતિક્રિયા આપી હતી કે તેમનામાં જો હિંમત હોય તો હિંદુ ધર્મનાં મંદિરો સિવાય અન્ય ધર્મસ્થાનો છે, અમે એને એટલું જ સન્માન આપીએ છીએ, અમે એના માટે પણ ક્યારે કોઈ નિવેદન કરતા નથી. તેમનામાં તાકાત હોય તો તેવાં ધર્મસ્થાનોની આજુબાજુ પણ અનેક કૂતરાઓ ફરતા હોય છે. જે શબ્દ પ્રયોગ તેમણે કર્યો છે ત્યારે અન્ય ધર્મસ્થાનો પર પણ કૂતરાઓ તેમની નૈસર્ગીિક પ્રક્રિયા કરતા હશે એ બાબતનું નિવેદન તેઓ કરે તો હું મર્દ સમજું. ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર પર વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણ ગરમાયું છે.

પાદરામાં બુધવારે યોજાયેલા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં સમસ્યાના નિવારણ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દિવ્યાંગો, વિધવા બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. પાદરા બાદ તેઓ વરણામા ત્રિ-મંદિર પહોચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હેઠળ દરેક જિલ્લામાં 24 કલાક સુધી રહેવું, પેજ કમિટીના સદસ્યો સાથે સંવાદ અને રેલી કરવી.

ત્યાર પછી તે જિલ્લાના સંગઠનના પદાધીકારીઓ, ધારાસભ્યો, સાંસદ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કરવો. કાર્યકર્તાઓની ફરિયાદી કે સૂચનો સાંભળવા અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવો.

દરમિયાન સભામાં એક નાગરિકે હાથમાં માઇક લઇને સવાલ ઉઠાવ્યો હતો કે રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? તમારે પ્રજાનું નહીં વિચારવાનું, મને જવાબ આપો. આ સવાલને પગલે કેટલાકે તાળીઓ પણ પાડી હતી. આખરે સવાલ પૂછનાર નાગરિકના હાથમાંથી માઇકલ લઇ લેવાયું હતું. જોકે સ્ટેજ પર બેઠેલા નેતાઓનાં મોં સિવાઈ ગયાં હતાં.

મધરાતે મંદિરો તોડી નાખવાની ઘટનામાં પાટીલ જાણકારી મેળવશે
પાલિકા દ્વારા મધરાતે મંદિરો તોડી નાખીને હનુમાનજી, ગણપતિ સહિતની ભગવાનની મૂર્તિને નવલખી મેદાન ખાતે કચરામાં ફેંકી દેવાના મામલે સીઆર પાટીલે આ અંગે માહિતી મેળવ્યા બાદ જવાબ આપવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...