• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Plots Of Leprosy Ground And Khodianagar, Where Prime Minister Modi's Meeting Was Held, The Water Does Not Recede, There Is A Risk Of Epidemic.

વડોદરામાં તંત્ર નિષ્ફળ:વડાપ્રધાન મોદીની સભા યોજાઇ હતી તે લેપ્રસી ગ્રાઉન્ડ અને ખોડિયાનગરના પ્લોટ્સમાં પાણી ઓસરતા જ નથી, રોગચાળાનો ભય

વડોદરા2 મહિનો પહેલા
બાપોદ વિસ્તારમાં આવેલા લેપ્રસી મેદાનમાં હજુ પણ ઘણી જગ્યાએ બબ્બે ફૂટ પાણી ભરેલા છે - Divya Bhaskar
બાપોદ વિસ્તારમાં આવેલા લેપ્રસી મેદાનમાં હજુ પણ ઘણી જગ્યાએ બબ્બે ફૂટ પાણી ભરેલા છે

વડોદરા શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં માંડ સાત ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુ, વડોદરા શહેરના ખોડિયાનગર અને બાપોદ વિસ્તારમાં લેપ્રસી મેદાનમાં હજું પણ પાણી ભરાયેલા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે અને શહેરમાં રોગચાળો વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

મોદીએ જ્યાં સંબોધી હતી, ત્યાં પાણી ભરાયા
વડોદરા શહેરમાં ગંદુ પાણી પીવાથી શંકાસ્પદ કોલેરામાં એક યુવતીનું મોત થતાં ચકચાર મચી છે, ત્યારે બાપોદ વિસ્તારમાં આવેલા લેપ્રસી મેદાનમાં હજું પણ ઘણી જગ્યાએ બબ્બે ફૂટ પાણી ભરેલા છે. આ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 18 જૂનના રોજ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. ત્યારે જે ગેટથી તેમની વીવીઆઇપી એન્ટ્રી કરાવાઇ હતી, ત્યાંથી લઇને સામેના ગેટ સુધી હજુ પણ પાણી છે. વડાપ્રધાન મોદીની સભાનું આયોજન થયું, ત્યારે પણ વાવાઝોડું અને વરસાદની સ્થિતિ હતી જેથી ત્યાં જર્મન ડોમ બાંધવામાં આવ્યા હતા અને તે એટલા મજબૂત હતા કે 100 કિમીની વાવાઝોડું આવે તો પણ ટકી શકે. તેમજ વરસાદ પડે તો તેના પાણીનો નિકાલ થઇ જાય તેવી વ્યવસ્થા કરાઇ હતી. ત્યારે હવે આ જ મેદાનમાં ઘણા દિવસથી ભરેલા પાણી હજુ પણ ઘટતાં નથી.

વડાપ્રધાન મોદીની સભા યોજાઇ હતી તે લેપ્રસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે.
વડાપ્રધાન મોદીની સભા યોજાઇ હતી તે લેપ્રસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે.

પાણી ભરેલા લેપ્રસી ગ્રાઉન્ડમાં પોલીસના બેરિકેડ સડે છે
લેપ્રસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની સભા દરમિયાન પોલીસ દ્વારા બેરિકેડ મુકાયા હતા. જેમાના કેટલાક બેરિકેડ હજું પણ ત્યાં પડ્યા છે અને કેટલાક પાણીમાં આડા પડી ગયા છે. આ બેરિકેડ પર બાપોદ પોલીસ સ્ટેશનનું નામ લખાયેલું છે. ઉલ્લેખનીય છે કે બાપોદ પોલીસ સ્ટેશન અહીંયાથી માંડ એક કિલોમીટર પણ દૂર છે.

મચ્છરોનો ઉપદ્રવ વધે અને શહેરમાં રોગચાળો વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
મચ્છરોનો ઉપદ્રવ વધે અને શહેરમાં રોગચાળો વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ખોડિયારનગરમાં બે મોટા પ્લોટમાં ગંદા પાણી
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખોડિયારનગર વિસ્તારમાં વિશ્વકર્મા નગરની સામે આવેલા એક વિશાળ પ્લોટમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને પાણીને ગટરમાં માર્ગ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સ્થાનિક રહીશ કલારામ ભાઇએ કહ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી અહીં પાણી ભરાયેલું છે. કોર્પોરેશનમાં જાણ કરાતા જેસીબી દ્વારા ખોદી પાણીનો નિકાલનો રસ્તો કરાયો છે. પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે. રોગચાળાની શક્યાતા રહે છે.

મેદાનમાં ઘણા દિવસથી ભરેલા પાણી હજુ પણ ઉતરતા નથી.
મેદાનમાં ઘણા દિવસથી ભરેલા પાણી હજુ પણ ઉતરતા નથી.

ગંદા પાણીમાં મચ્છરો થયા
ખોડિયાનગરમાં જ શ્રીરંગમ વિન્ટેઝ સોસાયટીની સામે આવેલ એક પ્લોટમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે. આ સિવાય તેની પાસે આવેલ અન્ય એક પ્લોટમાં પણ વરસાદના ગંદા પાણી ભરેલા છે અને તેમાં મચ્છરો પણ છે.

કેટલાક બેરિકેડ હજુ પણ ત્યાં પડ્યા છે.
કેટલાક બેરિકેડ હજુ પણ ત્યાં પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના જેતલપુર વિસ્તારમાં વડોદરાના મેયર કેયુર રોકડિયાના વોર્ડમાં જ તુલસી નામની યુવતીનું ગંદુ પાણી પીવાથી બિમાર થતાં મોત નિપજ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ મેયરે સોમવારે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને જરૂર પડ્યે આ વિસ્તારમાં પાણીની નવી લાઇન નાખવી પડે તો તે પણ નાખી આપીશું તેમ જણાવ્યું હતું. બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમી રાવતે પણ આ પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી. સાથે યુવતીના મોત માટે કોર્પોરેશનની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.

ખોડિયાનગરના પ્લોટ્સમાં પણ પાણી ઓસરતા જ નથી.
ખોડિયાનગરના પ્લોટ્સમાં પણ પાણી ઓસરતા જ નથી.

રોગચાળો

ડેન્ગ્યૂ2
ચિકનગુનિયા4
મલેરિયા1
કોલેરા1
ઝાડા60
ઝાડા-ઊલટી5
તાવ341

અન્ય સમાચારો પણ છે...