તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:લોનના નામે ફોર્મ દીઠ 1700 ઉઘરાવી 2.55 લાખ ચાઉં કર્યા

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નિ:સહાય લોકો તેમજ વિધવાઓને 1 લાખ સુધીની વગર વ્યાજની લોન સહાય ચૂકવવા અમદાવાદની કંપની દ્વારા લોકો પાસેથી અેક ફોર્મના રૂા.1700 ઉઘરાવ્યા બાદ કંપનીએ 2.55 લાખ ચાઉં કરી જતાં શહેરના એજન્ટે ફરિયાદ નોંધાવી છે.તરસાલીની શ્રીજી આંગન સોસાયટીમાં રહેતા માધવસિંહ રાજપૂત (ઉ.વ. 55) બેકરીની પ્રોડક્ટનું છુટકમાં વેચાણ કરે છે. વર્ષ 2019માં દાહોદમાં વેપારીને અલ્પેશ ચરપોટ નામનો વ્યક્તિ મળ્યો હતો. અલ્પેશે કહ્યું કે, નિ:સહાય લોકો તેમજ વિધવાને સરકાર તરફથી લોન અપાય છે. જેમાં અમદાવાદની કંપનીના એજન્ટો રૂા.1700નું એક ફોર્મ ભરી લોકોને 1 લાખ સુધીની વગર વ્યાજની લોન આપે છે. જેથી વેપારીએ રૂા. 1700ના 1 લેખે 4 ફોર્મ ભરી દીધાં હતાં.

વેપારીએ અમદાવાદ નવરંગપુરા સ્થિત સ્વસ્તિક ચાર રસ્તા પાસે ફેડીલ હાઉસમાં આ સ્કીમ ચલાવતી યુનિટી ફાઉન્ડેશનની ઓફિસમાં સેક્રેટરી દિપકસિંહ રાજપૂત, મેનેજર રામજી રાઠોડ અને સંચાલક ભરત સોની સાથે મુલાકાત કરી સહાય અંગે માહિતી મેળવી હતી. વેપારીએ 2019થી માર્ચ-2020 સુધી કંપનીમાં એજન્ટ તરીકે અને તેમના હાથ નીચે સબ એજન્ટ તરીકે તેમની પત્ની જ્યોતિ રાજપૂત, જીતેન્દ્ર રાજપૂત (નંદેસરી), કોકીલા ગોહીલ (નંદેસરી), કિરણ સોલંકી (દેલવાડા ગામ), કમલેશ ઝાલા (મોટી શેરડી), ખુશ્બુ પરમાર (નંદેસરી) અને મયુર ગોહીલ (નંદેસરી)ને નિમણૂક કરી હતી.

જ્યારે વેપારીએ 150 ફોર્મ કંપની માટે ભર્યાં તેમજ એજન્ટો મારફતે ભરાવડાવ્યાં હતાં.યુનિટી ફાઉન્ડેશને ફોર્મધારકોને લોન ચૂકવી નહોતી અને 2.55 લાખ પરત ન આપતાં દીપક રાજપૂત, રામજી રાઠોડ અને ભરત સોની વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કંપનીના એજન્ટ અનિરુદ્ધસિંહ ગોહિલ (કાલોલ,પંચમહાલ)ની સાથે 32 એજન્ટો અને 431 સબ એજન્ટો મારફતે 2 હજાર ફોર્મ ભરી આપ્યાં હતાં, જેમાંથી એક પણ મહિલાને લોન પેટે સહાય આપવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો