હત્યારાઓને ફાંસી આપવા માગ:દિલીપ કુશ્વાહ હત્યા કેસમાં પરિવારનો SSGમાં હોબાળો, 1 કરોડ ન મળે તો મૃતદેહ નહીં સ્વીકારીએ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલીપ કુશ્વાહની હત્યાના મામલે સોમવારના રોજ સયાજી હોસ્પિટલ ખાતે પરિવારજનોનાં ટોળાં એકઠાં થયાં હતાં. - Divya Bhaskar
દિલીપ કુશ્વાહની હત્યાના મામલે સોમવારના રોજ સયાજી હોસ્પિટલ ખાતે પરિવારજનોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
  • મકરપુરાના દિલીપ કુશ્વાહનો મૃતદેહ તરસાલીની કચરાની સાઇટ પરથી મળ્યો હતો
  • પરિવારજનોની હત્યારાઓને ફાંસી આપવા માગ : પોલીસના સમજાવટના પ્રયાસ

તરસાલી ચોકડી પાસે આવેલી લેન્ડ ફિલ્ડ સાઇટ નજીકથી રવિવારે 38 વર્ષિય દિલીપ કુશવાહનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળ્યા બાદ પરિવારજનો દ્વારા પોલીસ સામે અનેક આક્ષેપો કર્યા છે. પોસ્ટમોર્ટમ બાદ દિલીપ કુશવાહના પરિવારજનોએ હત્યારાઓને ફાંસી અને 1 કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો.

અમે કાર્યવાહીને શંકાસ્પદ રીતે જોઇએ છીએ: મૃતકના પત્ની
પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાત સુધી તે કોઈ નિર્ણય થયો ન હતો. મૃતકના પત્ની બિન્દુદેવી કુશ્વાહે જણાવ્યું હતું કે, અમે કાર્યવાહીને શંકાસ્પદ રીતે જોઇએ છીએ. જે દિશામાં તપાસ થવી જોઇએ તે નથી થઇ રહી. જે ગુનેગારો છે તે આઝાદ છે. જે નિર્દોષ છે તેને બેસાડી દેવાયા છે. અમને પ્રશાસનથી ન્યાય મળે તેવી આશા છે.

પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ ચાલું છે: ઇન્ચાર્જ PI
જ્યાં સુધી અમને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહિ સ્વીકારીએ. મકરપુરાના ઇન્ચાર્જ પી.આઈ આર.કે.સોલંકીએ જણાવ્યું હતું કે ‘અમે આ બાબતે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમને આશા છે કે પરિવારજનો સહકાર આપશે. નોંધનીય છે કે દિલીપ કુશવાહાની ગુમ થયાની મકરપુરા પોલીસ મથકમાં અરજી થઇ હતી. ત્યારબાદ રવિવારે તરસાલી ચોકડી પાસે લેન્ડફિલ્ડ સાઇટ નજીકથી મૃતદેહ મળ્યો હતો.

પિતા-પુત્રીએ કહ્યું, દિલીપ કુશ્વાહ સાથે ઝઘડો હતો, પણ હત્યા નથી કરી
દિલીપ કુશ્વાહની હત્યામાં ડીસીબી પોલીસે 5 જણાંની પૂછપરછ હાથ ધરી છે. દિલીપ કુશ્વાહના કારખાના પાસેના યુનિટમાં કામ કરતાં 3 જણાંની પોલીસે સીસીટીવીના આધારે પૂછપરછ શરૂ કરી છે. ડીસીબીની અન્ય ટીમે તેમની પત્નીએ જેની સામે શંકા કરી છે તે સુરેશ જાધવ અને તેની પુત્રીની પણ પૂછપરછ કરી હતી, પરંતુ પિતા-પુત્રીની પૂછપરછમાં હત્યાની કડી મળી ન હતી. પિતા-પુત્રીએ જણાવ્યું કે,અમારે તેમની સાથે ઝઘડો હતો પણ હત્યા કરી નથી. જોકે ડીસીબી પોલીસ તમામ શકમંદોની સીસીટીવી આધારે તપાસ રહી છે. તેઓનો મોબાઈલની કોલ ડીટેઇલ્સ પણ મંગાવી છે.

અન્ય સમાચારો પણ છે...