તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાં કામોને નવા વાઘા:4 માસ પૂર્વે ઇ-ખાતમુહૂર્ત કર્યું તે આવાસો નવાં કામોની યાદીમાં, પાલિકાના બજેટનું ડીંડવાણું

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અટલાદરાના EWS 1900 આવાસ 166 કરોડના ખર્ચે બનાવાશે

અટલાદરા કલાલી રોડ પર ઇડબ્લ્યુએસના 1900 આવાસો અને 81 દુકાનો બનાવવા 4 મહિના અગાઉ પાલિકાના જના બોર્ડે ઇ ખાત મુહૂર્ત કર્યું હતું પણ તે જ કામોને વર્ષ 2021-22ના બજેટમાં વડોદરાના આયોજનોમાં ગણાવ્યું છે.પાલિકાના ગત બોર્ડની મુદત પુરી થઈ તેના એક મહિના પહેલા અટલાદરા કલાલી રોડના રેવન્યુ સર્વે નંબર 585 પૈકી ઇડબ્લ્યુએસ-2 પ્રકારના 1900 મકાનો અને 81 દુકાનો બનાવવા નવેમ્બરમાં ખાતમુહૂર્ત કરાયું હતું.

જેના માટે 19 ઓક્ટોબર, 2020ના રોજ વર્ક ઓર્ડર આપી દીધો હતો. હાલમાં કમ્પાઉન્ડ વોલ પણ બાંધી દેવાઈ છે અને કામકાજ ચાલી રહ્યું છે. આ આવાસોનું કામ મ્યુ.કમિશનર દ્વારા 2021-22ના બજેટમાં વિકાસના પંથે અગ્રેસર વડોદરાના આયોજનોમાં નં.1 પર મૂક્યું હતું અને સ્થાયીએ પણ બહાલી આપી હતી. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કહ્યું કે, બજેટમાં કામોની યાદીમાં આ કામ હિસાબી શાખાને મોકલાયું હતું પણ તેનો ઉલ્લેખ નવા કામ તરીકે કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો