તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ મૂક પ્રેક્ષક:દારૂના ધંધામાં પોલીસના છુટ્ટા દોરથી જ વર્દી પર છાંટા ઊડ્યા, લોકડાઉન પછી છૂટથી દારૂ મળવા માંડ્યો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં દારૂ ઘૂસાડતા ત્રણ સપ્લાયરો વચ્ચેની સ્પર્ધા પોલીસ માટે માથાનાે દુ:ખાવો

શહેરના અકોટા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનમાંથી બુટલેગર યોગેશ પાટીલ અને તેના બે ભાઈઓ દ્વારા ચાલી રહેલા દારૂના ધંધા નો સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પર્દાફાશ થયા બાદ ગોત્રી પીઆઇ અને પી.એસ.આઇ ને સસ્પેન્ડ કરી દેવાયા છે લોક ડાઉન બાદ શહેરમાં ફરી થી એકવાર ત્રણ બુટલેગર ગેંગ વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અકોટામાંથી બુટલેગર યોગેશ પાટીલ નો 2.68 લાખ નો દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો દારૂનો આ જથ્થો નામચીન લાલુ સિંધી એ સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

લોક ડાઉન બાદ શહેરમાં ફરી એકવાર દારૂનું છૂટથી વેચાણ થઈ રહ્યું છે જેમાં ત્રણ બુટલેગર ગેંગ વચ્ચે દારૂના ધંધાની હરિફાઇમાં ચાલી રહી છે સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ શહેરમાં હાલ પરેશ ઉર્ફે ચકો તથા લાલુ સિંધી4 અલ્પું સિંધી4વીજુ સિંધી અને મુકેશ ધોબી દ્વારા દારૂનો ધંધો મોટાપાયે ચલાવાય છે. આ ટોળકી હરિયાણા અને રાજસ્થાનથી માલ મંગાવતી હોવાનું જાણવા મળે છે. દારૂના ધંધામાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેજી આવી છે અને તમામ વિસ્તારોમાં છુટથી દારૂ મળી રહ્યો છે જેની સામે શહેર પોલીસ મુક પ્રેક્ષક બની રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

શહેરના ગોરવા, જવાહર નગર, ,અટલાદરા તથા વાઘોડિયા રોડ અને વારસિયા સહિતના વિસ્તારોમાં છૂટથી દારૂ મળતો હોવાનું સ્ટેટ મોનિટરીંગ સેલને પણ જાણવા મળ્યું છે. જેથી નજીકના ભવિષ્યમાં આ વિસ્તારોમાં પણ પોલીસના દરોડા પડે એવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા ગયા મહિને વાડીના મહેશ જાદવ દ્વારા હરિયાણાથી કન્ટેનરમાં 24 લાખનો દારૂ મંગાવ્યો હતો. આ ઉપરાંત હાઇવે પરથી જ અન્ય કન્ટેનરમાંથી 20 લાખ રૂપિયાનો દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. જોકે પોલીસ આ મોટી ગણાતી ત્રણ દારૂ ની ગેંગ નો લાખો રૂપિયાનો માલ હજી સુધી પકડી શકી નથી. પરંતુ નાના નાના બુટલેગરોનો માલ પકડાઈ રહ્યો છે.

અકોટાના બુટલેગર યોગેશ નો માલ પકડયા બાદ મોટા બુટલેગરોનો પસીનો છૂટી ગયો છે. તેમનો ધંધો બેરોકટોક ચાલતો હતો. જેમાં હવે બ્રેક લાગે તેવી શક્યતા છે. દારૂ ના હોલસેલ સપ્લાયર લાલુ સિંધી સામે વડોદરા અને રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦થી વધુ ગુના નોંધાયેલા છે . અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ એ સયાજીગંજમાં જાહેરમાં દરોડો પાડી જાહેરમાં કટિંગ કરતાં આઠ જણાને ઝડપી દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો જેમાં પરેશ ઉર્ફે ચકો અને જીવરાજ સામે પોલીસે ગુનો નોંધતા નામ ખોટી રીતે ઉમેરાયાનો વિવાદ પણ ચગ્યો હતો.

નવાપુરા PIની ગોત્રી પોલીસ સ્ટેશનમાં બદલી
અકોટા વિસ્તારમાં થી દારૂનો મોટો જથ્થો પકડાયા બાદ સોમવારે સાંજે ડીજીપી આશિષ ભાટિયાએ ગોત્રી પીઆઇ એ.બી.ગોહિલ અને પીએસઆઈ એચ જી ગોહિલ ને સસ્પેન્ડ કર્યા હતા જેના પગલે મંગળવારે નવાપુરા પોલીસ ના પીઆઈ એસ વી ચૌધરી ની ગોત્રી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી જ્યારે પી સી બી ના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ના પી આઈ એમ વી ભગોરા ની બદલી નવાપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...