તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:તંત્રની આળસમાં વોર્ડ નં 10 થી 15ના ક્રમાંક મોડા મળતાં ઉમેદવાર અટવાયા

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ 13 થી 15નું લિસ્ટ બીજા દિવસે બપોરે ન મળતાં કોંગ્રેસની ફરિયાદ

ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા તુરંત ઉમેદવારોને તેમના ઉમેદવારી ક્રમાંક આપી દેવામાં આવતા હોય છે. પરંતું 9 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની પ્રક્રિયા બાદ વોર્ડ નંબર 10 થી 15ના ઉમેદવારોને તેમના ક્રમાંક 7 કલાક થી 24 કલાક મોડા મળ્યાં હતાં. જેને પગલે ઉમેદવારો અટવાઈ ગયા હતા. કોંગ્રેસના ઉમેદવારોએ આ અંગે રેસિડન્સ કલેક્ટરને ફરિયાદ પણ કરી હતી.

પાલિકાની ચૂંટણીમાં 9 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર પાછું ખેચવાની તારીખ હતી.ઉમેદવારી પત્ર પાછું ખેચવાની પ્રક્રિયા પુરી થઈ ગયા બાદ વોર્ડ નંબર 1 થી 6 ના ચૂંટણી અધિકારીએ સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેદવાર ક્રમાંક નંબરનું લિસ્ટ જાહેર કરી દીધું હતું. વોર્ડ નંબર 16 થી 19ના ચૂંટણી અધિકારીએ મોડી રાતે લિસ્ટ જાહેર કર્યું હતું. પરંતું વોર્ડ નંબર 10 થી 15 ના બે ચૂંટણી અધિકારીઓએ ઉમેદવાર ક્રમાંક નંબરનું લિસ્ટ જાહેર ન થતા ઉમેદવારો અટવાઈ ગયા હતા.

ઉમેદવારોની રજૂઆતો બાદ મોડી રાતે 2 વાગે વોર્ડ નંબર 10 થી 13માં ઉમેદવારી ક્રમાંક જાહેર કરવામાં આવ્યું હતું. જોકે વોર્ડ નંબર 13-14 અને 15નું લિસ્ટ 24 કલાક બાદ જાહે કરાયું ન હતું. કોંગ્રેસની રજૂઆત બાદ બુધવારે સાંજે 7 વાગે લિસ્ટ જાહેર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો