• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last One Year In Vadodara, 91 Thousand Women Called Abhayam For Help And Provided Immediate Service In 18 Thousand Serious Cases.

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન:વડોદરામાં છેલ્લા એક વર્ષમાં 91 હજાર મહિલાઓએ અભયમને કોલ કરીને મદદ લીધી, 18 હજાર ગંભીર કેસોમાં તાત્કાલિક સેવા આપી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમની ટીમ - Divya Bhaskar
વડોદરા 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમની ટીમ
  • વડોદરામાં અભયમની ટીમ છેલ્લા 6 વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ પહોંચાડે છે

2021નું વર્ષ પણ મોટેભાગે કોરોના મહામારીમાં જ પસાર થઇ ગયું, તેમ છતાં વિકટ સંજોગોમાં પણ વડોદરાની અભયમની ટીમે મુશ્કેલીમાં મુકાયેલી બાળકીઓ, મહિલાઓ અને માતાઓને ઉગારવાના કર્તવ્યમાં પાછી પાની કરી નથી. વર્ષ-2021માં 91000 જેટલાં ફોન કોલ કરીને વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી બહેનોએ 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇનને મદદની આલબેલ પોકારી હતી અને કોરોનાથી ડર્યા વગર આ સેવાના કર્મયોગીઓએ સમયસર મદદ પહોંચાડી હતી. આ પૈકી 18000 જેટલા કેસો તો ગંભીર પ્રકારના હતાં. જેમાં સમયસર વહારે ધાઈને આ સેવા સુરક્ષક બની હતી.

અભયમ 6 વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ પહોંચાડે છે
અભયમ, વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા 6 વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવાની અગત્યની કામગીરી કરી રહી છે. આ સેવાનું GVK EMRI દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલના આધારે વડોદરા સહિત રાજ્યમાં સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

સુરક્ષાની જરૂરના સંજોગોમાં તાત્કાલિક મદદરૂપ બને છે
આ હેલ્પ લાઇન મહિલાઓને શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ સુરક્ષાની જરૂરના સંજોગોમાં તાત્કાલિક મદદરૂપ બને છે. તાલીમબદ્ધ કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાઓના પ્રશ્નોને અસરકારકતા સાથે હલ કરવામાં આવે છે અને ઘરેલુ હિંસામાંથી ઉગારવાની સાથે ગૌણ પારિવારિક તકરારોમાં સમાધાન કરાવવામાં આવે છે.

અભયમ ચોવીસ કલાક સેવા આપે છે
જ્યારે ઘણા સમયથી હિંસાનો ભોગ બની રહી હોય એવી મહિલાઓને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવવાની સાથે આશ્રય અપાવવામાં આવે છે. કિશોરીઓ, યુવતીઓ, પરણિત મહિલાઓ કે સિનિયર સિટીઝન ને 24*7 વિનામૂલ્યે સેવા પહોચાડમાં આવે છે.

91000 મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ લીધી
બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થતાને લગતા મહિલાલક્ષી પ્રશ્નોના નિરાકરણમાં આ સેવા મદદરૂપ બને છે. વર્ષ-2021 દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ 91000 જેટલી મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માર્ગદર્શન અને બચાવ માટે આલબેલ પોકારી હતી. જેમાંથી ખુબ જ ગંભીર પ્રકારના 18000 જેટલા બનાવોમાં મુશ્કેલીગ્રસ્ત મહિલાના સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યૂ દ્વારા મદદ પહોંચાડવામાં આવી છે. અભયમ, વડોદરાનો આ કર્મયોગ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે સુરક્ષક બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...