• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last One Week, 45 New Cases Were Reported In The City, The Number Of Active Cases Increased To 48, And The Number Of Cases Of Corona Increased.

કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં નવા 45 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 48 થયા, કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતામાં મૂકાયું

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના 3 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 8 કેસ આવ્યા હતા. વડોદરા શહેરના પાણીગેટ, ગાજરાવાડી, સુભાનપુરા, અકોટા અને દિવાળીપુરા વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,250 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,579 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં નવા 45 કેસ નોંધાયા છે. જેને પગલે તંત્ર ચિંતામાં મૂકાયું છે.

5 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
સતત બીજા દિવસે 8 કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. જ્યારે સારવાર લઈ રહેલા 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 48 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર 3 દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે 1 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

વધુ 8094 લોકોએ રસી લીધી
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં શુક્રવારે 8094 લોકોએ રસી મૂકાવી હતી. કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેર કરાયેલા રસીકરણના આંકડામાં બીજો ડોઝ લેનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. શુક્રવારે કુલ 7132 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો. આ સાથે શહેરમાં ફુલ્લી વેક્સિનેટેડ લોકોની ટકાવારી 84.55 થઈ છે. જ્યારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા પણ 961 નોંધાઇ હતી. દિવાળીની રજાઓ બાદ કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે લોકો રસીના બંને ડોઝ મુકાવે તે માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઘર ઘર દસ્તક જેવી યોજનાઓનું અસરકારક રીતે અમલીકરણ કરાવી બીજા ડોઝનો બેકલોગ ઘટાડવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે.

કુલ રસીકરણ 2791991 આજનો રસીકરણ 8094 પ્રથમ ડોઝ 1515355 100.36% બીજો ડોઝ 1276638 84.55%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,781 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,250 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9690 પશ્ચિમ ઝોનમાં 12,057, ઉત્તર ઝોનમાં 11,839, દક્ષિણ ઝોનમાં 11,847, વડોદરા ગ્રામ્યમાં 26,781 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...