• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last One Week, 37 New Cases Were Reported, Not A Single Patient Was Admitted To The Hospital, The Number Of Active Cases Dropped To 34.

કોરોના વડોદરા LIVE:આજે નવા 7 કેસ, વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો, એક્ટિવ કેસનો આંક 34 પર સ્થિર

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં વડોદરામાં 28 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,051 પર પહોંચી ગઇ છે. વધુ 7 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,260 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 34 પર સ્થિર છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 28 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં અટલાદરા, માંજલપુર, ગોત્રી અને ભાયલીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં કોરોનાનો 3 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયો છે અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...