તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવી છે ગુજરાતની 'દારૂબંધી':વડોદરાના 2 પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષમાં રૂ. 1 કરોડનો દારૂ પકડાયો, 44 હજાર દારૂની બોટલનો નાશ કરાયો

વડોદરાએક વર્ષ પહેલા
વડોદરામાં પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂનો નાશ કર્યો - Divya Bhaskar
વડોદરામાં પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂનો નાશ કર્યો
  • મકરપુરા પોલીસ સ્ટેશનની 33 હજાર અને માંજલપુર પોલીસ સ્ટેશનની 11 હજાર દારૂની બોટલનો નાશ કરાયો

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઠાલવવમાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનુ ચુસ્ત પાલન કરાવી ઠેર-ઠેર દરોડા પાડીને દારૂ અને બુલટેગરોની ઝડપી પાડવમાં આવે છે. તેવામાં વડોદરા શહેરના માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તામાંથી છેલ્લા દોઢ વર્ષમાં અંદાજીત રૂ. 1 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેનો પોલીસ દ્વારા આજે નાશ કરવામાં આવ્યો હતો.

તરસાલી વિસ્તારના ચીખોદરા ખાતે દારૂનો નાશ કરાયો
આ મામલે DCP ઝોન-3 ડો. કરણરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, છેલ્લા 1 વર્ષ અને 7 મહિનામાં મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલો દારૂના જથ્થાનો આજે નિકાલ કરવામાં આવ્યો છે. વડોદરાના તરસાલી વિસ્તારના ચીખોદરા ખાતે બન્ને પોલીસ સ્ટેશનનો અંદાજીત એક કરોડની કિંમતનો દારૂનો જથ્થો લાવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનની 44 હજાર દારૂની બોટલનો નાશ
મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન રૂ. 74,49,314 રૂપિયાની કિંમતની 33,000 દારૂની બોટલો તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી રૂ. 21,69,250ની કિંમતની 11,000 બોટલો મળી કુલ 44,000 દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઝોન-3ના વાડ અને પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...