• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last 5 Days Alone, 1345 Cases Of Corona Were Reported In The City, Out Of 1353 Active Cases, 599 Patients Aged 21 To 40 Years.

કોરોના વડોદરા LIVE:એક જ દિવસમાં કોરોનાના કેસોમાં 118 ટકાનો વધારો, આજે નવા 470 કેસ, 170 દર્દીને ડિસ્ચાર્જ અપાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર આર.બી.બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી હતી - Divya Bhaskar
કલેક્ટર આર.બી.બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી હતી
  • 5 દર્દી વેન્ટિલેટર અને 47 દર્દી ઓક્સિજન પર છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં આજે કોરોનાના નવા 470 કેસ નોંધાયા છે. ગઇકાલે રવિવારે શહેર-જિલ્લામાં 398 કેસ નોંધાયા હતા. આમ ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં 118 ટકાનો વધારો થયો છે. કોરોનાની કુલ કેસની સંખ્યા 73,869 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 170 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 72,593 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા,
રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયામાં કોરોનાના નવા કેસો નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 1653 ઉપર પહોંચ્યો છે. જે પૈકી 1501 હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 152 દર્દી હોસ્પિટલોમાં દાખલ છે. જે પૈકી 5 દર્દી વેન્ટિલેટર અને 47 દર્દી ઓક્સિજન પર છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં આજે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 99, પશ્ચિમ ઝોનમાં 113, ઉત્તર ઝોનમાં 97 અને દક્ષિણ ઝોનમાં 101 કેસ નોંધાયા છે. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં આજે 60 કેસ નોંધાયા છે.

વડોદરા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી હતી અને વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં લાયક લોકોને ત્રીજા ડોઝનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

જેઓ પાત્ર થયાં છે એ તમામ લોકો ત્રીજો તકેદારી ડોઝ લઈ લે: કલેક્ટર
જે લોકો ત્રીજો પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર થઈ ગયા છે એ તમામ લોકો સત્વરે તકેદારી ડોઝ લઈ લે એવો અનુરોધ કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોના વધી રહ્યો છે, ત્યારે માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ, વારંવાર હાથ સાબુથી ધોવા અને ભીડભાડનો ભાગ ન બનવાની તકેદારી સૌ લે. તેમણે તરુણ રસીકરણ જિલ્લામાં સત્વરે 100 ટકા પૂરું થઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવાની સાથે આ આયોજન માટે જિલ્લા આરોગ્ય તંત્રને અભિનંદન આપ્યા હતા.

સૌથી ઓછા 16 એક્ટિવ દર્દી 81 થી 90 વર્ષની ઉંમરના
વડોદરા શહેરમાં હાલમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1353 થઇ છે. એક્ટિવ દર્દીઓમાં સૌથી વધુ 599 દર્દી 21થી 40ની વય જૂથના છે. જ્યારે સૌથી ઓછા 16 એક્ટિવ દર્દી 81 થી 90 વર્ષની ઉંમરના નોંધાયા છે. રવિવારે પાલિકા દ્વારા અત્યાર સુધીના સૌથી વધુ 10,044 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 398 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે સાથે કુલ સંક્રમિતોનો આંકડો 74,399 પર પહોંચ્યો છે. જેમાં 1199 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 154 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમજ 1867 લોકો હોમ ક્વોરન્ટીન છે.

કોરોનાના 44 ટકા દર્દી 21થી 40ની વય જૂથના છે
અમદાવાદમાં નોંધાયેલા દર્દીઓમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધુ વયના લોકોની છે, જ્યારે વડોદરામાં તેથી ઊલટું છે. શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 44 ટકા દર્દી 21થી 40ની વય જૂથના છે, જેનો આંકડો 599 છે. આશ્ચર્યની વાત એ છે કે, 61 થી 90 ની ઉંમરના દર્દીઓની સંખ્યા માત્ર 103 છે. આ સિવાય બાળકોમાં પણ એક્ટિવ દર્દીઓનો રેટ ઓછો જોવા મળી રહ્યો છે.

11થી 20ની વયના 160 દર્દી હાલ સારવાર હેઠળ છે
જેમાં 10 વર્ષ સુધીનાં 41 બાળકો અને 11થી 20ની વયના 160 દર્દી હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ રવિવારે 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ચોથી સદી નજીક પહોંચેલા સંક્રમણના આંકડાને પગલે કુલ એક્ટિવ દર્દીઓ 1,353 થયા છે. જે પૈકી 1199 હોમ આઇસોલેશનમાં, જ્યારે 154 દર્દીઓને દાખલ કરાયા છે. જેમાં 5 દર્દીઓને વેન્ટિલેટર પર, 14 દર્દીઓને આઈસીયુમાં અને 135 દર્દીઓને ઓક્સિજન પર રખાયા છે. હાલમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા 1,867 છે.

અન્ય સમાચારો પણ છે...