કોરોના વડોદરા LIVE:શહેરમાં વિતેલા 24 કલાકમાં નવો 1 કેસ, એક્ટિવ કેસનો આંક ઘટીને 21 થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ ઓછું થતાં તબીબો પણ રાહત અનુભવી રહ્યા છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણ ઓછું થતાં તબીબો પણ રાહત અનુભવી રહ્યા છે(ફાઈલ તસવીર)
  • હાલમાં વડોદરા શહેરમાં 12 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવો 1 કેસ નોંધાયો છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,977 પર પહોંચી ગઇ છે. વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,200 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 21 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 4 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં તાંદલજા વિસ્તારમાં નવો પોઝિટિવ કેસ નોંધાયો છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્રિમ ઝોનમાં 1 કેસ નોંધાયો હતો. ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો નહોતો.