કોરોના વડોદરા LIVE:આજે શહેરમાં 2 કેસ, ગ્રામ્યમાં એકપણ નહીં, એક્ટિવ કેસનો આંક ઘટીને 34 થયો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 2 કેસ નોંધાયા છે. જોકે, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,044 પર પહોંચી ગઇ છે. વધુ 5 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,253 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 34 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 8 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં છાણી અને જેતલપુર વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં કોરોનાનો 1 અને ઉત્તર ઝોનમાં 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...