• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last 36 Hours, Not A Single Case Of Corona Was Reported In The City, Only One Case Was Reported In The Village, 2,496 OPDs Were Registered In A Single Day At Sayaji Hospital.

કોરોના વડોદરા LIVE:છેલ્લા 48 કલાકમાં શહેરમાં કોરોનાનો એકપણ કેસ નહીં, સયાજી હોસ્પિટલમાં એક જ દિવસમાં 2,496 ઓપીડી નોંધાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોમવારે થયેલા રસીકરણમાં કુલ 14002 લોકોએ રસી મુકાવી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,101 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,461 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

એક દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઇ
બીજી તરફ સારવાર લઈ રહેલા એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. હાલમાં શહેરની વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી એક દર્દી ઓક્સિજન પર છે. કુલ પોઝિટીવ દર્દીઓનો આંક 72,101 જ્યારે કુલ ડિસ્ચાર્જ દર્દીઓનો આંક 71,461 પર પહોંચ્યો છે.

સોમવારે 4200 લોકોએ પ્રથમ ડોઝ લીધો
વડોદરામાં ચાલી રહેલા રસીકરણમાં આરોગ્ય વિભાગ દ્વારા આંકડાની માયાજાળ રચવામાં આવતી હોવાની બૂમ છેલ્લા ઘણા સમયથી ઉઠી છે આકસ્મિક રીતે વધી રહેલા પ્રથમ ડોઝના આંકડા પૈકી છેલ્લા બે દિવસથી અચાનક આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે સોમવારે થયેલા રસીકરણમાં માત્ર 4206 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. સોમવારે થયેલા રસીકરણમાં કુલ 14002 લોકોએ રસી મુકાવી હતી.

કુલ રસીકરણ : 23,93,898 સોમવારનું રસીકરણ 14,002 પ્રથમ ડોઝ : 14,15,668 93.76% બીજો ડોઝ : 9,78,232 64.79%

સયાજી હોસ્પિટલમાં એક જ દિવસમાં 2,496 ઓપીડી નોંધાઈ
વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુના 62 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકન ગુનિયાના 22 નમૂના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ રામદેવનગરમાં ટાઈફોડનો એક દર્દી નોંધાયો હતો. જોકે એક દિવસમાં તાવના 742 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. શહેરમાં રવિવાર અને સોમવારે પાલિકાની વિવિધ ટીમોએ ચેકિંગ કરતા ઝાડા ઉલ્ટીના 88 કેસ નોંધાયા હતા. સાથે સાથે ટાઇફોઇડનો 1 કેસ સપાટી પર આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં સોમવારે એક જ દિવસમાં 2,496 ઓપીડી દર્દીઓ આવ્યા હતા. જેમાં મેડિકલ ઓપીડીના 535 દર્દીઓ નોંધાયા હતા.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,773 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,101 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,999, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,819, વડોદરા ગ્રામ્યમાં 26,773 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...