• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last 36 Hours In The City, 7 New Corona Cases, Positive Cases On The Rise, The Municipality Started Testing In Crowded Places.

કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8 કેસ, પોઝિટિવ કેસો વધતા પાલિકાએ ભીડભાડવાળી જગ્યાઓએ ટેસ્ટિંગ શરૂ કર્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ 3 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8 કેસ આવ્યા હતા. વડોદરા શહેરના દિવાળીપુરા, ગાજરાવાડી અને સુભાનપુરા વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,242 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,574 ઉપર પહોંચી ગઇ છે.

પાલિકાએ ભીડભાડવાળી જગ્યાએ ટેસ્ટિંગ શરૂ કર્યું
વડોદરા શહેરમાં તહેવારોમાં ભીડ વધવાના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. જેના પગલે પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું છે. બુધવારે શહેરમાં લેવાયેલા 6,640 નમૂનાઓમાંથી 7 કેસ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરાઇ છે, ત્યારે પાલિકાએ શહેરમાં ભીડભાડવાળી જગ્યાએ હંગામી ધોરણે ટેસ્ટિંગ શરૂ કર્યું છે. હાલમાં એક્ટિવ દર્દીની સંખ્યા 39 છે. જેમાં 35 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 3 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે. આજે સારવાર લઈ રહેલા 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

બુધવારે 16,768 લોકોએ રસી મુકાવી
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા રસીકરણમાં બુધવારે 16,768 લોકોએ રસી મુકાવી હતી. આ સાથે શહેરમાં રસીનો બીજો ડોઝ લેનારની ટકાવારી 83.43 નોંધાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા હવે રસીલા બીજા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી છે જેને પગલે બીજો ડોઝ લેનાર ની ટકાવારી માં વધારો નોંધાઈ રહ્યો છે પ્રથમ ડોઝ નું સો ટકા ટાર્ગેટ અચીવ કર્યા બાદ તેમાં પણ વધારો થઇ રહ્યો છે બુધવારે 1450 લોકો એ રસી નો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા 15318 નોંધાઈ હતી. કોરોનાના વધી રહેલા કે સામે રસી ના બંને ડોલ લીધેલા લોકો સક્ષમ રીતે લડત આપી શકશે રાજ્ય સરકાર દ્વારા આ અંગે ખાસ સુચના આપવામાં આવી હોવાથી વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પણ બીજા ડોઝનો બેકલોગ ઘટાડવા માટે કવાયત હાથ ધરી છે.

કુલ રસીકરણ 2772536 આજનું રસીકરણ 16768 પ્રથમ ડોઝ 1512873 100.20% બીજો ડોઝ 1259663 83.4.%

ડેન્ગ્યુના માત્ર 2 કેસ, ચિકનગુનિયાના 5 કેસ
વડોદરા શહેરમાં બુધવારે શંકાસ્પદ ડેન્ગ્યુના લેવામાં આવેલા 60 નમુના પૈકી 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે કુલ આંક 2293 પર પહોંચ્યો છે. જ્યારે ચિકનગુનિયાના 5 નમૂનાઓમાંથી 5 લોકોમાં ચિકનગુનિયાના લક્ષણો જણાયા છે. વધુ 5 કેસ નોંધાતા કુલ આંક 1397 થયો છે. બીજી તરફ 554 લોકોને મચ્છર કરડવાના કારણે તાવ આવતો હોવાનું નિદાન થયું છે. તદુપરાંત 56 જેટલા કેસોમાં ઝાડા-ઉલ્ટી હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. સાથે સાથે રામદેવનગરમાં 2 કેસ ટાઇફોઇડના અને એકતાનગર અને પાણીગેટમાં 2 મલેરિયાના કેસ સામે આવ્યા છે. પાલિકાએ 25 કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ કરી 2 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ આપી હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,778 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,234 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9689 પશ્ચિમ ઝોનમાં 12,044, ઉત્તર ઝોનમાં 11,838, દક્ષિણ ઝોનમાં 11,842, વડોદરા ગ્રામ્યમાં 26,778 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...