કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 3 કેસ, પૂર્વ ઝોનમાં એક પણ કેસ નહીં, એક્ટિવ કેસનો આંક વધીને 19 થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં વડોદરા શહેરમાં 12 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 3 કેસ નોંધાયો છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,972 પર પહોંચી ગઇ છે. 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,196 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 19 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 12 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેરમાં બુધવારે અકોટા, માંજલપુર અને સમા વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો બુધવારે પશ્રિમ ઝોનમાં 1, ઉત્તર ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...