કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોનનો વિશ્વભરમાં ડર સતાવી રહ્યો છે. ત્યારે વડોદરાના ફતેપુરામાં ઇસ્ટ આફ્રિકાના ઝાન્બિયાથી આવેલા 75 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા એમ 2 મુસાફરોનો ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. બંને નોન હાઈ રિસ્ક કંન્ટ્રીઝમાંથી આવે છે. અત્યાર સુધી દેશમાં આવેલા ઓમિક્રોન પોઝિટિવ કેસો હાઇ રિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા મુસાફરોના આવ્યા હતા. તેઓ 7 ડિસેમ્બરે વડોદરા આવ્યા હતા. 12 ડિસેમ્બરે તેમનો કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાદમાં આજે જીનોમ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. બંનેના આર.ટી.પી.સી.આર રિપોર્ટ પોઝિટિવ આવતાં જીનોમ સિક્વન્સ માટે નમૂના ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. બંને દર્દીઓને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે જણાવવામાં આવ્યુ છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,491 પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,762 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.
એક્ટિવ કેસોનો આંક 100ને પાર વડોદરા શહેરમાં છેલ્લા 11 દિવસથી કોરોનાના કેસો વધ્યા છે. સાથે જ એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે શહેરમાં કુલ એક્ટિવ કેસોનો આંક 100ને પાર થઇને 106 પર પહોંચ્યો હતો. શહેરના નવાયાર્ડ, નવાપુરા, માંજલપુર, ફતેપુરા, સુભાનુપુરા, દિવાળીપુરા અને સમામાં કોરોનાના નવા પોઝિટિવ કેસો આવ્યાં હતા. ગુરુવારે 5,579 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એક્ટિવ દર્દીઓ પૈકી 5ને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 6 અને દક્ષિણ ઝોનમાં 3 કેસ આવ્યાં હતા.
મ્યુકોરમાઇકોસિસના 5 દર્દી સારવાર લઇ રહ્યાં છે ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ 12 હજારથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં છે. જ્યારે દક્ષિણ ઝોનમાં આજ દિન સુધી કુલ 11,887 અને ઉત્તર ઝોનમાં 11,880 કેસ આવ્યા છે. શહેરની એસએસજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 5 દર્દી સારવાર લઇ રહ્યાં છે. ગુરુવારે હોસ્પિટલમાં 5 સર્જરીઓ કરવામાં આવી હતી.
કુલ રસીકરણ 28,63,356 ગુરુવારનું રસીકરણ 1963 પ્રથમ ડોઝ 15,36,515 101.76% બીજો ડોઝ 13,26,841 87.88%
વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,805 કેસ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,438 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9715 પશ્ચિમ ઝોનમાં 12,154, ઉત્તર ઝોનમાં 11,880, દક્ષિણ ઝોનમાં 11,887, વડોદરા ગ્રામ્યમાં 26,805 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.