કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 7 કેસ, વધુ 7 દર્દી રિકવર થયા, કુલ 84.93 % ટકા લોકોએ રસીનો બીજો ડોઝ લીધો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શનિવારે ગોરવા, ગાજરાવાડી, સુભાનપુરા, ગોત્રી અને છાણી વિસ્તારમાં નવા કેસનો નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 7 કેસ આવ્યા હતા. વડોદરા શહેરના પાણીગેટ, ગાજરાવાડી, સુભાનપુરા, અકોટા અને દિવાળીપુરા વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,257 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,586 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરા શહેરમાં શનિવારે લેવાયેલા 5,825 નમૂનાઓમાંથી 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે કોરોનામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં પાલિકાએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ હંગામી ધોરણે ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે. શનિવારે પાલિકાએ 5,825 જેટલા શંકાસ્પદ કોરા નમૂના લીધા હતા, જે પૈકી 7 લોકોને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 72,257 પર પહોંચ્યો છે. શનિવારે સારવાર લઈ રહેલા વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાના 48 દર્દીઓ એક્ટિવ છે. જેમાંથી 2 દર્દી ઓક્સિજન પર અને 2 દર્દીઓ પર રાખવામાં આવ્યા છે.

વધુ 6647 લોકોનું રસીકરણ
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના રસીકરણમાં શનિવારે માત્ર 6647 લોકોએ રસી મુકાવી હતી. જેમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 868 હતી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ પ્રથમ ડોઝ લેનારની ટકાવારી 100.42 પર પહોંચી છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા સેકન્ડ ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોવાને પગલે 18 થી 44 વર્ષની વય જૂથમાં છેલ્લા એક સપ્તાહથી લોકો રસીનો બીજો ડોઝ લેતાં હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થાય છે. શનિવારે જાહેર કરાયેલા આંકડામાં પણ 18 થી 44 વર્ષની વય જૂથના 5105 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ સાથે જ બીજો ડોઝ મુકાવનારા લોકોની ટકાવારી 84.93% પર પહોંચી છે, જેને પગલે શહેરમાં બંને ડોઝ લેનારની સંખ્યામાં વધારો થતાં બેકલોગ ઘટ્યો છે.

કુલ રસીકરણ 27,98,638 શનિવારનું રસીકરણ 6647 પ્રથમ ડોઝ 15,16,223 100.42% બીજો ડોઝ 12,82,417 84.93%

ડેન્ગ્યુના માત્ર 2 અને ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં શનિવારે ડેન્ગ્યૂના લેવાયેલા 35 નમૂનામાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના 45 નમૂનામાંથી 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. કેસ વધતાં કુલ ડેન્ગ્યૂના પોઝિટિવ કેસનો આંકડો 2298 પર પહોંચ્યો છે, જ્યારે ચિકનગુનિયાના કુલ પોઝિટિવ કેસ વધીને 1409 પર પહોંચ્યા છે. શનિવારે શિયાબાગ વિસ્તારમાં મલેરિયાનો એક કેસ નોંધાયો હતો. બીજી તરફ એક જ દિવસમાં તાવના 489 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. પાલિકાની ટીમો કરેલા સર્વેમાં ઝાડા-ઊલટીના 31 કેસ સામે આવ્યા છે. પાલિકાએ 11 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ કર્યું હતું.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,781 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,257 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9690 પશ્ચિમ ઝોનમાં 12,062, ઉત્તર ઝોનમાં 11,840, દક્ષિણ ઝોનમાં 11,848, વડોદરા ગ્રામ્યમાં 26,781 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...