• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last 36 Hours, 40 New Cases, The Number Of Hospitalized Patients Has Increased To 11, The Number Of Active Cases Has Crossed 300 Again.

કોરોના વડોદરા LIVE:આજે નવા 42 કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીનો આંક વધીને 13 ઉપર પહોંચ્યો, એક્ટિવ કેસનો આંક ઘટીને 298 થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં હાલ 1 દર્દી ઓક્સિજન પર છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 42 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,35,245 પર પહોંચી ગઇ છે. વધુ 47 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,34,190 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 13 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 298 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 13 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 168 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં ગોત્રી, અકોટા, ગોરવા, સુભાનપુરા, માંજલપુર, છાણી, મકરપુરા, વડસર, બાપોદ, ભાયલી, દંતેશ્વર, નવીધરતી, હરણી, નવાયાર્ડ, એકતાનગર, ગાજરાવાડી, રામદેવનગર, સમા, સુદામાપુરી, વારસીયા અને પાદરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 16, ઉત્તર ઝોનમાં 13 અને દક્ષિણ ઝોનમાં 6 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...