કોરોના વડોદરા LIVE:આજે નવા 45 કેસ, સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 21 કેસ , એક્ટિવ કેસનો આંક ઘટીને 327 થયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલ એક દર્દી ઓક્સિજન પર છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 45 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,35,647 પર પહોંચી ગઇ છે. વધુ 60 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,34,563 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 10 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 327 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 10 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 180 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં અકોટા, અટલાદરા, બાપોદ, છાણી, દિવાળીપુરા, ગાજરાવાડી, ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કપુરાઈ, મકરપુરા, માંજલપુર, નવીધરતી, સમા, શિયાબાગ, સુભાનપુરા, તાંદલજા, તરસાલી, વારસીયા, ખટંબા, ઇંટવાડ, ડભોઈ અને પોરમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 21, ઉત્તર ઝોનમાં 10 અને દક્ષિણ ઝોનમાં 4 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...